ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.
આજરોજ ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે,એક કાળા કલરની પીયાગો રીક્ષા GJ-074-AT 4502માં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ ભરી જવેલ્સ સર્કલ બાજુ તરફથી નિલમબાગ સર્કલ તરફ જવાનાં રસ્તે આવે છે._*તે બાતમી આધારે વિજયરાજનગર, ડાયાભાઇ ચોક (મીણબતી સર્કલ) માં વોચમાં રહેતાં *કાળા કલરની પીયાગો રીક્ષા GJ-074-AT 4502માં ચાલક કિરીટભાઇ કિશોરભાઇ રાઠોડ ઉ.વ.૩૦ ધંધો-રી.ડ્રા. રહે.પ્લોટ નં.સી/૩૯,૫૦ વારીયા,સુભાષનગર, ભાવનગર વાળો રોયલ સ્ટાયલ જીન ૭૫૦ ML લખેલ કંપની સીલપેક બોટલ નંગ-૧૨ ભરેલ પેટી નંગ-૭ તથા વિમલ લખેલ થેલામાં ભરેલ છુટક બોટલ નંગ-૨૩ મળી કુલ બોટલ નંગ-૧૦૭ કિ.રૂ.૩૨,૧૦૦/- તથા રીક્ષા રજી.નં.GJ-074-AT 4502 કિ.રૂ.૧,૫૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૮૨,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.
આ ઇંગ્લીશ દારૂ તે કયાંથી-કોની પાસેથી લાવેલ ? તે બાબતે પુંછતાં પોતે આ ઇંગ્લીશ દારૂ કાંતિભાઇ મથુરભાઇ રહે.ચિત્રા, ભાવનગરવાળા પાસેથી લાવી મુનીબેન દિપકભાઇ આડોડીયા રહે.આડોડિયાવાસ, ભાવનગર વાળાને આપવા માટે લાવેલ હોવાનું જણાવેલ.જેથી આ અંગે ઉપરોકત ત્રણેય ઇસમ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આમ,રૂ.૧,૮૨,૧૦૦/-નાં ઇંગ્લીશ દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"