નિલમબાગ પોલીસ સ્ટેશનનાં મારા-મારીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ_

0
77

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. જયેન્દ્દસિંહ રાયજાદાને બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પો.સ્ટે. II ગુ.ર.નં.૩૧૬/૧૭ ઇ.પી.કો. કલમઃ-૩૨૩, ૫૦૪,૫૦૬ (૨) વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી સાગર ઉર્ફે માઇકલ રહે.વડવા,વાસણ ઘાટ, ભાવનગર વાળા હાલમાં પીલગાર્ડન બગીચા નાં મેઇન ગેટ પાસે જશોનાથમાં ઉભો છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં *સાગરભાઇ ઉર્ફે માઇકલ અજયભાઇ ગોહેલ ઉ.વ.૨૩ રહે.માળીવાળો ખાંચો, વડવા,વાસણઘાટવાળો ખાંચો, બાપાનાં મંદિર પાસે, ભાવનગર વાળો હાજર મળી આવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.

મજકુર ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ.

_આમ,નિલમબાગ પોલીસ સ્ટેશન નાં મારામારીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે._

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY