ડિઝલ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.

0
90

ભુજ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા પશ્ચિમ કચછ-ભુજ ની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., ભુજના પો.ઇન્સ. જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ. એમ.બી.ઔસુરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ. મહિપાલસિંહ જાડેજાને બાતમી મળેલ કે
એક પીળા તથા લીલા કલરની ચેક્ષ વાળો શર્ટ પહેરેલ ઇસમ તેની પાસે ચોરીના મોબાઇલ રાખી ભુજમાં છુટક વેચાણ કરવા માટે આવનાર છે અને તે માધાપરથી ભુજ તરફ પગે ચાલી આવે છે. તેવી ભરોસાયાલક અને સચોટ બાતમી હકીકત મળતા જે મળેલ બાતમી આધારે આત્મારામ સર્કલ પાસે વોંચમાં ઉભા રહેલ અને પીળા તથા લીલા કલરની ચેક્ષ વાળો શર્ટ પહેરેલ ઇસમ પગે ચાલી આત્મારામ સર્કલ પાસેથી નીકળતા તેને પકડી પાડેલ અને તેનું નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ આમદ ઉર્ફે ભાભા સીધીક સમા, ઉ.વ.ર૪, રહે.મુળ નાના દિનારા, અલાયા વાસ, તા.ભુજ હાલે રહે.માધાપર સોનાપુરી, તા.ભુજ વાળો હોવાનું જણાવેલ. જેની અંગ જડતી કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૬ મળી આવેલ જે મોબાઇલ ફોન બાબતે યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે તથા તેની સાથેના (૧) ભીલાલ જુસબ સમા, રહે.શેખપીર સમાવાસ, તા.ભુજ તથા (ર) રસીદ ઉર્ફે વાલો દેસર સમા, રહે.નાના દિનારા, તા.ભુજ વાળાઓએ પધ્ધર ગામ નજીકની ચાઇના કલેની કંપનીમાં કામ કરતા મજુરોના મોબાઇલો રાત્રીના સમયે ચોરી કરી લઇ લીધેલાનું કબુલાત કરેલ.
તેમજ આ મોબાઇલ ચોરી સીવાય અન્ય ચોરીઓ કરેલ છે કે કેમ તે બાબતે કડક પુછપરછ કરતા જણાવેલ કે આશરે પંદર થી વીસ દિવસ પહેલા ભુજોડી રેલ્વે ફાટક ભુડીયા ફાર્મ સામે આવેલ શ્રીજી પેટ્રોલ પંપ નજીકથી બે ડમ્પર તથા જે.સી.બી.માંથી ડિઝલની ચોરી થયેલ જેમાં આશરે ૪૫૦ લીટર જેટલુ ડીઝલ અલગ અલગ કેરબાઓ મા ભરી ચોરી કરેલાનું કબુલાત કરેલ અને આ ડીઝલ ચોરીમાં તેની સાથે આરોપીઓ (૧) આમદ ઉર્ફે ભાભા સિધ્ધીક સમા, ઉ.વ.ર૪, રહે.મુળ નાના દિનારા, અલાયાવાસ, હાલ રહે.માધાપર સોનાપુરી, ભુજ (ર) ભીલાલ જુસબ સમા, રહે.શેખપીર સમાવાસ, તા.ભુજ (૩) રસીદ ઉર્ફે વાલો દેસર સમા, રહે.નાના દિનારા, તા.ભુજ (૪) અનવર ઇબ્રાહીમ સમા, રહે.સોનાપુરી, સમાવાસ, માધાપર, તા.ભુજ વાળા સામેલ હતા.

આમ આરોપી આમદ ઉર્ફે ભાભા સીધીક સમા, ઉ.વ.ર૪, રહે.મુળ નાના દિનારા, અલાયા વાસ, તા.ભુજ હાલ રહે.માધાપર સોનાપુરી, તા.ભુજ વાળાના કબ્જામાંથી પધ્ધર પો.સ્ટે. વિસ્તરમાંથી કરેલ ચોરીના મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂા.૨૨,૧૦૦/- તથા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાંથી કરેલ ડીઝલ ચોરી લી.૧૦૦, કિ.રૂા.૭,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ પધ્ધર પો.સ્ટે. તથા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY