બિગ બીની તબિયત બગડતા મુંબઈના ડોક્ટરોની ટીમ પહોંચી જોધપુર

0
102

હાલમાં બોલિવુડના અભિનેતા અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું શૂટિંગ કરી રહ્યા છે. તે દરમિયાન આજે જોધપૂરમાં તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરતા મુંબઈથી તેમના ડોક્ટરોની ટીમ તેમની તપાસ માટે જોધપુર પહોંચી ગઈ છે.

હાલમાં અમિતાભ જોધપુરની હોટેલમાં આરામ કરી રહ્યા છે અને ડૉક્ટરો તેમનો ઈલાજ કરી રહ્યા છે. બિગ બીએ સવારે 4 વાગ્યે પેટમાં દુખાવામાં જાણ કરતા જોધપુરથી ચાર્ટડ પ્લેન મુંબઈ મોકલી તેમના ડૉક્ટરની ટીમને બોલાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો બીગ બીની તબિયતમાં સુધારો નહીં થાય તો તેમને મુંબઈ લઈ જવામાં આવશે. ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં અમિતાભની સાથે આમિર ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY