બિહાર બસ દુર્ઘટના મામલો : મંત્રીનો દાવો, કોઈ પણ વ્યક્તિનું મોત થયું નથી

0
81

પટણા,
તા.૪/૫/૨૦૧૮

બસમાં માત્ર ૧૩ લોકો જ સવાર હતા અને મોત થયાં ૨૭ના!!

બિહારમાં ભયંકર બસ દુર્ઘટનામાં ૨૭ લોકોના જીવતા સળગી જવાના મામલે નવો જ વળાંક આવ્યો છે. હવે બિહારના મંત્રીએ દાવો કર્યો છે કે, આ દુર્ગટનામાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું. મંત્રીએ કહ્યું હતું કે, બસમાં માત્ર ૧૩ જ લોકો સવાર હતાં. બસમાંથી કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળ્યો નથી.

બિહારના ડિઝાસ્ટર મેનેજમેંટ મંત્રી દિનેશ ચંદ્ર યાદવે ગઈ કાલે ગુરૂવારે દાવો કર્યો હતો કે, મોતિહારી નજીક એક બસ સળગી ઉઠેલી બસમાં ૨૭ લોકો જીવતા ભડથું થઈ ગયાં છે. આ જાહેરાત બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ દુઃખ વ્યક્ત કરતા મૃતકોને વળતર આપવાની વાત કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી હતી.

પરંતુ દુર્ઘટનાને લઈને ઉતાવળમાં નિવેદન આપવું નીતીશ કુમાર સરકાર માટે ભોપાળું સાબિત થઈ છે. બિહાર સરકાર માટે નિચાજાણું થયું છે.

ગઈ કાલે બિહારના મોતિહારી જીલ્લાના કોટવામાં મુઝફ્ફરપુરથી દિલ્હી જઈ રહેલી એક બસ પુલ પરથી નીચે ખાબકી હતી. દુર્ઘટના બાદ બસમાં આગ લાગી ગઈ હતી. પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સળગી ઉઠેલી બસમાં ૩૦ લોકો સવાર હતાં. કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર જ પ્રાથમિક રિપોર્ટના આધારે જ બિહારના ડિઝાસ્ટર મેનેજમેંટ મંત્રી દિનેશ ચંદ્ર યાદવે બસ દુર્ઘટનામાં ૨૭ લોકોના સળગી જવાથી મોત થયા હોવાનો દાવો કરી દીધો હતો.

પરંતુ દુઘટનના બીજા દિવસે એટલે કે આજે શુક્રવારે રાહત અને બચાવ કામગીરી પૂરી થયા બાદ નવો જ તથ્ય સામે આવ્યું છે. મુઝફ્ફરનગર પોલીસના ઝોન આઈજી અનિલ કુમારે જણાવ્યું હતું કે, બસની અંદરથી કોઈ જ મૃતદેહ મળ્યો નથી. ૮ લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. રાખને ફોરેંસિક લેબ મોકલીને એ વાતની ખરાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવશે કે, શું દુર્ઘટનામાં કોઈનું મોત થયું હતું કે કેમ?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY