આરબીઆઈ બિટકોઈન જેવી પોતાની કરન્સી લાવશે

0
96

ન્યુ દિલ્હી,તા.૬
હવે ભારતમાં બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીઝનું ટ્રેડિંગ થશે નહી. રીઝર્વ બેંક અંતર્ગત આવનારી બેંક સહિત કોઈપણ પ્રકારની નાણાકીય સંસ્થા વર્ચ્યુઅલ કરન્સી માટે ટ્રેડિંગનું માધ્યમ નહી બની શકે. આરબીઆઈનો આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગુ થઈ ગયો છે. તેની સાથે આરબીઆઈએ પોતાની ડિજિટલ કરન્સી લાવવા માટે સ્ટડી કરાવવાની જાહેરાત કરી છે.
સેન્ટ્રલ બેંકે કહ્યુ છે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી રજૂ કરવા માટે ઈચ્છા અન વ્યવહારિકતાના અધ્યયન અને ગાયડેન્સ મેળવવા માટે એક ઈન્ટર ડિપાર્ટમેન્ટલ ગ્રુપની રચના કરી છે. જે જૂન સુધીમાં પોતાનો રીપોર્ટ સબમીટ કરશે.
ધીરાણ નીતિની સમીક્ષા રજૂ થયા પછી આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બી પી કાનુનગોએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે કેટલીય સેન્ટ્રલ બેંક ફિએટ ડિજિટલ કરન્સીને રજૂ કરવાની સંભાવના પર ચર્ચા કરી રહી છે. પ્રાઈવેટ ડિજિટલ ટોકનની સરખામણીએ તેને સેન્ટ્રલ બેંક દ્વારા ઈસ્યૂ કરાય છે. તેની પુરી જવાબદારી સેન્ટ્રલ બેંકની હોય છે. અને તેને પેપર કરન્સી ઉપરાંત સર્કયુલેટ કરાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY