બિટકોઈન કૌભાંડ : નલિન કોટડિયાએ સીઆઈડીને પત્ર લખી હાજર થવા મુદ્દત માંગી

0
106

અમરેલી,
તા.૯/૫/૨૦૧૮

૨૪ કલાકની નહીં ૪ દિવસની મુદ્દત આપોઃ કોટડીયા

બિટકોઈન કેસમાં નલિન કોટડીયાને સીઆઈડી સમક્ષ હાજર થવાનો મામલે કોટડીયાએ આગામી ૧૨ મે સુધીની મુદ્દત માગી છે.પૂર્વ ધારાસભ્ય કોટડીયાએ સીઆઈડીને પત્ર લખીને મુદ્દત માંગવાની સાથે સાથે બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધવા અરજી કરી છે.

૩ દિવસથી ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સતત પત્રો લખી રહ્યા છે, ત્યારે આજે વધુ એક પત્ર બહાર પાડ્યો છે.કોટડીયાએ સીઆઈડી ક્રાઈમને લખેલા પત્રમાં તેણે લખ્યું છે કે, સવિનય આપ સાહેબને જણાવવાનું કહે, ૧૨ કરોડના બિટકોઈન કૌભાંડમાં ફરિયાદીએ મારા પર લગાવેલા આરોપ બાબતે મારો જવાબ લેવા આપ તરફથી મને જાણ કરવાના સમાચાર મને મીડિયા દ્વારા મળ્યા છે. હું મારા અંગત અને જરૂરી કામ માટે રાજ્ય બહાર હોવાથી અને ૧૧-૫-૨૦૧૮ના રોજ પરત ફરતો હોવાથી મને મુદ્દત આપશો.

હું તારીખ ૧૧ અને ૧૨ મેના રોજ ગાંધીનગર ખાતે આપની કચેરીએ જવાબ આપવા જાતે ઉપસ્થત રહીશ, કારણ કે આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મને જે રકમ મળી છે, તે જમીન વેચાણની મળી છે. આથી મારી સામે ગુનો દાખલ કરતા પહેલા મને સાંભળવો જરૂરી છે. મારે હાજર ન રહેવાનું કોઈ કારણ નથી. આથી નિયમાનુસાર મને ત્રીજું સમન્સ બજે અને ૨૪ કલાક નહીં પરંતુ ૪ દિવસની મુદ્દત આપશો. વેકેશનને કારણે ટ્રેન કે બસમાં પણ ટીકીટ મળી શકે તેમ ન હોય અને કામકાજ હોવાથી મને મુદ્દત આપશો. જા હું ન આવું તો નિયમાનુસાર જે કોઈ કાર્યવાહી થતી હોય તે કરી શકો છો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY