બિટકોઈનના નામે ૧૪ કરોડની છેતરપિંડી મુદ્દે સુરતના પીઆઈ વિરુદ્ધ ફરિયાદ

0
62

સુરત,તા.૨૪
બિટકોઈન મામલે વધુ એક સુરતના પીઆઈ સામે ફરિયાદ નોંધાઇ છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં કામરેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ સહિત ૬ સામે આઈટી એક્ટ હેઠળ૧૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બિટકોઈન અને અન્ય કરન્સીના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બિટકોઈન મામલો અટકવાનું નામ જ લેતો નથી. કામરેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ એલ.બી.ડાભી સહિત ૬ લોકો સામે ૧૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરત શહેરના અને રાજ્યના રોકાણ કરનારાઓને બિટકોઇન, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંદાજીત ૧૪ કરોડ જેટલા રૂપિયાનું રોકાણ કરાવી તેઓએ પહેલેથી જ પ્લાન કરેલા ક્રિપ્ટો કરન્સી જેવી ફેક કરન્સી ઉભી કરી હતી. હાલ સરથાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY