ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ ઉમેદવારની એફબી પોસ્ટ શેર કરતા વિવાદ

0
78

વડોદરા,તા.૬
વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સદાનંદ દેસાઈએ કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાના ચૂંટણી પ્રચારની ફેસબુક પોસ્ટ શેર કરી દેતા વિવાદ ઉભો થયો છે. શ્વેતા મહેતા વોર્ડ નંબર-૧૧ની પેટાચૂંટણીના ઉમેદવાર છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ભાજપના એક કાર્યકરે ઉમેદવારનો વિરોધ કરતા તેને સ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે મહામંત્રીએ કોંગ્રેસના ઉમેદવારનો ફોટો શેર કર્યો છે ત્યારે તેમની સામે શું પગલા લેવામાં આવે છે તે જાવાનું રહ્યુ.
હાલમાં વડોદરામાં વોર્ડ નંબર-૧૧ની પેટા ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાની સારી કામગીરી કરતી એક પોસ્ટ ભાજપના મહામંત્રીએ લાઇક કરીને શેર કરી હતી. જેના બાદમાં તેઓ વિવાદમાં સપડાયા છે. તેમણે તાજેતરમાં જ એક કાર્યકર સામે શિસ્તભંગના પગલા લેતા તેને સસ્પેન્ડ કરી દીધો હતો. આ વાત ધ્યાનમાં આવ્યા બાદ ભાજપના જ કેટલાક લોકો તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. ભાજપના કાર્યકરો આ મામલે શહેરના સંગઠનના હોદેદારો સામે રજુઆત કરશે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY