કાશ્મીરમાં ભાજપના નેતા પર આંતકી હુમલો, સિક્યુરીટી ગાર્ડને ઈજા

0
100

પુલવામા,
તા.૧૫/૦૩/૨૦૧૮

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આંતકવાદીઓએ ભાજપના નેતા અનવરખાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જાકે સુરક્ષા કર્મચારીઓએ આતંકીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. હુમલામાં અનવરખાન સહેજમાં બચી ગયા હતાં. આ ઘટનામાં તેમના પર્સનલ સુરક્ષા અધિકારીને ઈજા થઈ હતી. શ્રીનગરના પરાના વિસ્તાર ખાનમોહના બલહામામાં આ હુમલો કરાયો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીનગરના પરાવિસ્તાર બલહમાની અરાશ મેડિકલ કોલેજ પાસેથી બે અંગત સુરક્ષા કર્મચારીઓ સાથે અનવરખાન પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની રાઈફલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરાયો હતો. જાકે સુરક્ષા કર્મચારીઓએ સજ્જડ જવાબ આપ્યો હતો અને આંતકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ સામસામે ગોળીબારનો આરંભ થતાં આંતકવાદીઓ નાસી જવામાં સફળ થયા હતાં. હુમલામાં એક સુરક્ષા કર્મચારીને ઈજા થઈ હતી.

સેના, સીઆરપીએફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સંયુક્ત કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર વિસ્તારને ઘેરો કર્યો છે અને આતંકીઓ માટે શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY