મુંબઈ,
તા.૨૬/૦૩/૨૦૧૮
ટૂંક સમયમાં મુંબઈમાં માર્ગ નિર્માણનું કામ શરુ થશે,૩૫ ટ્રેન સાબરમતીથી મુંબઈ રવાના થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાની બુલેટ ટ્રેનને વહેલી તકે પાટા પર લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સતત જારદાર કામગીરી ચાલી રહી છે. હવે ટુંક સમયમાં જ મુંબઇમાં બુલેટ ટ્રેનના માર્ગનુ નિર્માણ કામ શરૂ કરવામાં આવનાર છે. બુલેટ ટ્રેનને લઇને તમામ તૈયારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મુબઇ-અમદાવાદ વચ્ચે આ બુલેટ ટ્રેન દોડનાર છે. બુલેટ ટ્રેન દરરોજ ૭૦ સેવા આપનાર છે. જે પૈકી ૩૫ સેવા સાબરમતીથી શરૂ થઇને મુંબઇ પહોંચશે. જ્યારે અન્ય ૩૫ સેવા બીકેસીથી સાબરમતી માટે ચલાવવામાં આવનાર છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારી અચલ ખરેએ વિગત આપતા કહ્યું છે કે ભીડના સમયમાં એટલે કે સવારે સાત વાગ્યાથી ૧૦ વાગ્યા વચ્ચે અને સાંજે પાંચ વાગ્યાથી નગ વાગ્યા વચ્ચે પ્રતિ કલાક બન્ને દિશામાં ત્રણ બુલેટ ટ્રેન ચલાવવામાં આવનાર છે. જ્યારે બાકીના સમયમાં પ્રતિ કલાક બે બુલેટ ટ્રેન ચલાવવામાં આવનાર છે. મુંબઇમાં બીકેસી સ્ટેશન માટે રાજ્ય સરકારે એમએમઆરડીએનની જમીન રેલવેને સોંપી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જરૂરી જમીન માટે સરકારે એક અધિકારીની નિમણૂંક કરી છે. જે મહારાષ્ટમાં જમીન અદિગ્રહણ કરવામાં રેલવેની મદદ કરનાર છે.
અત્રે નોંધનીય છે કે જમીન પર આંતરરાષ્ટીય નાણાં કેન્દ્ર બનાવવામાં આવનાર હતુ. પરંતુ તેની જમીનને રાજ્ય સરકારે કેન્દ્રને સોંપી દીધી છે. બુલેટ ટ્રેનના એક રેકમાં ૧૦ ડબ્બા રહેનાર છે. જેમાં નવ ઇકોનોમી ક્લાસના રહેશે. જ્યારે એક બિઝનેસ ક્લાસના રહેશે. આ ટ્રેનમાં કુલ સાત શૌચાલય રહેશે. જેમાં મહિલાઓ અને વિકલાંગ લોકો માટે અલગ વ્યવસ્થા રહેશે. સાથે સાથે ટ્રેનમાં એક ખાસ રૂમ રહેશે. જેમાં એ યાત્રી આરામ કરી શકશે જેમની તબિયત ખરાબ રહેશે. માતા બાળકોને દુધ પીવડાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"