અમદાવાદ,તા.૧૫/૪/૨૦૧૮
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભારતની સાથે જાપનિઝ કંપની પણ જાડાશે. આ જાપનિઝ કંપનીના કામદારો મુખ્યત્વે દરિયાની નીચેનું કામકાજ સંભાળશે. સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં બુલેટ ટ્રેન પાટા પર દોડાવવાની યોજના બનાવી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાંથી ૧૯૪ ગામોની જમીનો લેવામાં આવશે. સૌથી વધુ જમીન વડોદરાના વિસ્તારોમાંથી સંપાદન કરાશે. ભારત અને જાપાનના સહયોગથી તૈયાર થનારા આ પ્રોજેક્ટનું મુંબઇથી અમદાવાદ વચ્ચે કુલ અંતર આશરે ૫૦૦ કિલોમીટર હશે. જેમાં ભારતના કોન્ટ્રાક્ટરો દ્વારા ૪૬૦ કિલોમીટરનું કામ કરવામાં આવશે અને જાપાનની કંપની દ્વારા ૨૧ કિલોમીટરનું કામ દરિયાની અંદર કરાશે. સુત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી પુર્ણ થાય તે માટે ૩૦થી ૪૦ હજાર જેટલા કર્મચારીઓ રાત-દિવસ કામ કરશે. આ પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગારી મળશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનમાં ૧૦ સ્ટાન્ડર્ડ કોચ જેમાં એક બિઝનેસ ક્લાસ હશે. આ કોચમાં ફૂડ કોમ્પ્લીમેન્ટરી મળશે. બુલેટ ટ્રેનની સ્પીડ ૩૨૦ પ્રતિ કલાક કિલોમીટર રહેશે અને આશરે ૫૦૦ કિલોમીટર અંતર બે કલાકની અંદર પુરુ કરી દેવાશે. સુત્રોના જણાવ્યા મુજબ મુંબઇ-અમદાવાદ વચ્ચે રોજ બુલેટ ટ્રેનની ૭૦ ટ્રીપ થશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"