આતંકી બુરહાન વાનીની વરસી પહેલા કાશ્મીર ફરી સળગ્યુ, ત્રણના મોત

0
75

શ્રીનગર,તા.૭
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા સંઘર્ષમાં સેનાની ગોળી લાગવાથી ૧૬ વર્ષીય એક યુવતી સહિત ૩ લોકોના મોત થયાં છે.
જાણવા મળી રહ્યુ છે કે, પોલીસ કોન્સ્ટેબલ જાવેદ અહમદ ડારની મોતથી નારાજ પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કર્યો, જેના જવાબમાં સેનાએ ફાયરિંગ કરવી પડી હતી.
આ ફાયરિંગમાં ઘણાં લોકો ઘાયલ પણ થયાં છે. સમગ્ર મામલાની ગંભીરતા જાતાં દક્ષિણ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામના ક્યૂમોહ વિસ્તારના હવોરા મિશીપોરા ગામમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું હતુ. પોલીસ અધિકારીનું કહેવું છે કે, તેમણે ભીડને દૂર કરવા બળપ્રયોગ કર્યો જેમાં ત્રણ લોકોના મોત થયાં.
કોઈપણ પ્રકારના ઉપદ્રવલ પહેલા આગોતરી સાવધાનીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ અને ભૂતપૂર્વ આતંકવાદી યાસિન મલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્યારે હુર્રિયત કોન્ફરન્સના નરમપંથી જૂથના પ્રમુખ મીરવાઈઝ ઉમર ફારુકને પણ તેના નિવાસસ્થાન ખાતે નજરકેદ કરવામાં આવ્યો છે. યાસિન મલિકને તેના મૈસૂમા ખાતેના મકાનમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેને મૈસૂમા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. તો હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જૂથના અધ્યક્ષ સૈયદ અલી શાહ ગિલાનીને હૈદરપુરામાં તેના મકાનમાં નજરકેદ કરવામાં આયો છે.
જા કે ગિલાનીને નજીકની મસ્જિદમાં નમાજ પઢવા માટે જવા દેવામાં આવ્યો હતો અને બાદમાં ફરીથી નજરકેદ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે આતંકવાદી બુરહાન વાનીના મોતની બીજી વરસીએ ભાગલાવાદીઓ દ્વારા કાશ્મીર ખીણમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
જેને કારણે શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં જામિયા મસ્જિદની આસપાસના વિસ્તારમાં કલમ-૧૪૪ લગાવી દેવામાં આવી છે અને અહીં જુમ્માની નમાજ પઢવા દેવાની મંજૂરી આપવામાં આવી નથી. મહત્વપૂર્ણ છે કે અનંતનાગના કોકરનાગમાં આઠમી જુલાઈ-૨૦૧૬ના રોજ બુરહાન વાનીને સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY