કેન્સર-કિડનીની બીમારીમાં રૂપાણી સરકાર રૂ.૩ લાખ સુધીની મદદ કરશે

0
114

ગોંડલ,
તા.૨૩/૦૩/૨૦૧૮

ગોંડલના રામજી મંદિરે હરિચરણદાસજી મહારાજના ૯૬ પ્રાગટ્ય દિવસ નિમિત્તે શુક્રવારે બ્રહ્મચોર્યાસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દેશભરમાંથી સંતો-મહંતો હાજર રહ્યા હતા. સાથે શ્રીરામ હોસ્પટલમાં આખ વિભાગનું નવનિર્માણ તથા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તેમજ સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ તથા પુસ્તકા વિમોચન કરવામાં આવ્યું હતું. રૂપાણી આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્સર કિડનીની જેવી જીવલેણ બીમારીઓમાં રાજ્ય સરકાર દર્દીઓને રૂ.૩ લાખ સુધીની મદદ કરશે. હરિચરણદાસજી મહારાજના સન્માન પ્રાગટ્ય દિવસ નિમિત્તે શુક્રવારે રામજી મંદિર ખાતે પૂજ્ય બાપુના આશીર્વાદ લેવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ક્રિકેટર ચેતેશ્વર પૂજારા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, યાર્ડના ચેરમેન જયંતીભાઈ ઢોલ, ઉદ્યોગપતિ રમેશભાઇ સહિતનાઓ આવ્યા હતા અને બાપુના આશીર્વાદ મેળવ્યા હતા.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે લોકોને આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવાનું કામ રાજ્ય સરકારનું છે. પરંતુ સંસ્થાઓ દ્વારા આ કાર્ય સેવાના રૂપે કરવામાં આવી રહ્યું છે, આ અંગે સરકાર પણ વિચારી રહી છે કે આવી સેવાકીય સંસ્થાઓને સરકાર રિકરિંગ ખર્ચ અનુદાન સાથે આપે, એ લોકોની સેવામાં વધારો થાય આ માટે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા ૯૭૦૦ કરોડનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. અમૃતમ યોજના, વાત્સલ્ય યોજનામાં લોકોને વધુમાં વધુ લાભ મળે તેવા કાર્યો હાથ ધરાયા છે. કેન્સર, કિડનીની જેવી જીવલેણ બીમારીઓમાં રાજ્ય સરકાર દર્દીઓને રૂ.૩ લાખ સુધીની મદદ કરશે તેમજ ૬૦ વર્ષનાં સિનિયર સિટીજનોને આરોગ્યલક્ષી અમૃતમ કાર્ડ સેવામાં ૬ લાખ રૂપિયાની મદદ મળી રહે તેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં રૂપિયા ૫૦ કરોડનો વધારો કરી ૧૦૦ જેટલી નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ગુજરાતમાં કાર્યરત કરવામાં આવી છે તેવું તેઓએ અંતમાં જણાવ્યું હતું. બાદમાં મુખ્યમંત્રી ગોંડલના ભૂવનેશ્વરી મંદિરે દર્શને પહોંચ્યા હતા. પૂજય ગુરુદેવ હરિચરણદાસજી મહારાજે ભક્ત સમુદાયને આશીર્વાદ આપ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY