કેન્સર પીડિત છ વર્ષનો ઈશાન બન્યો પો.કમિશ્નર,તમામ કાનૂની વ્યવસ્થા સંભાળી

0
60

હૈદરાબાદ,તા.૬
હૈદરાબાદના મેડક જિલ્લામાં છ વર્ષના બાળકને શહેરના તમામ કાયદા અને વ્યવસ્થાની વ્યવસ્થા કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ‘રાચાકોંડા’ના પોલીસ કમિશનરે નિર્ણય લીધો હતો કે, છ દિવસના ‘ઈશાન’ને બુધવારે એક દિવસ માટે ખુરશીઆપવામાં આવે. મહેશ ‘મુરલીધર ભાગવત’ની જગ્યાએ ખુરશી પર બેઠેલ ‘ઇશાન’ની ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
‘ઇશાન’ના ખુરસી પર બેસવાથી દરેક પોલીસ અધિકારીઓએ તેને સંપૂર્ણ માન આપ્યું હતું. છ વર્ષીય ઇશાન કેન્સર સામે લડી રહ્યો છે, અને તેનું સપનું એક પોલીસ અધિકારી બનવાનું છે. ‘ઇશાન’ હજુ બીજા ધોરણમાં ભણે છે,પરંતુ તેના સ્વપ્નને નિરાશ ના કરવા માટે પોલીસ કમિશનર ભાગવતે આ પગલું લીધું હતું અને તેના ચહેરા પર ખુશી જાઈ બધા ખુશ થયા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તેની તસવીરોને લોકોએ ખુબજ પસંદ કરી છે, તેઓ આ અસાધારણ પ્રયાસ પર પોલીસ કમિશનર ભાગવતની કદર કરે છે. એક દિવસ માટે એક પોલીસ કમિશનર બનેલો ‘ઈશાન’ પણ ખૂબ જ ઉત્સાહિત જાવા મળ્યો હતો.
‘ઇશાન’ના સંબંધીઓએ જાડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ પોલીસ અધિકારીના આ પગલાંથી આશ્ચર્ય થયા છે, પરંતુ હવે તેઓ એવું વિચારી રહ્યા છે કે ‘ઈશાન’ અને તેના જેવા બાળકોમાં ઉત્સાહ વધશે.
હૈદરાબાદની સ્દ્ગત્ન હોસ્પિટલ ખાતે છેલ્લા ત્રણ મહિનાથી ‘ઇશાન’ની સારવાર થઇ રહી છે. તેલંગણાના હૈદરાબાદ પોલીસ સ્ટેશન પણ તેની સારી તંદુરસ્તી માટે ઇચ્છા ધરાવે છે, જેના માટે રાચાકોંડા પોલીસ પણ તેની સારવારમાં નાણાકીય સહાય કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY