બ્રિટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ઝડપથી ચાલવાથી કેન્સરથી બચી શકાય છે. સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરના મામલામાં ઝડપથી ચાલવાથી ઘટાડો નોંધાય છે. વર્લ્ડ કેન્સર રિસર્ચના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાર્ટના ધબકારા વધી જાય તેવી કોઇપણ કસરત કેન્સરથી બચવામાં મદદરૂપ નિવડે છે. શારીરિક કસરતથી સ્થૂળતામાં ઘટાડો થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થૂળતાના કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. ડબ્લ્યુસીઆરએફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શારીરિક કસરત લાંબા સમય સુધી કરવાથી નાની મોટી અન્ય તકલીફો પણ દૂર થઇ શકે છે. વૈજ્ઞાનિકોના મતે અતિ ઝડપથી ચાલવા ઉપરાંત સાઇકલીંગ, સ્વિમીંગ, ડાંસ જેવી પ્રવૃત્તિથી પણ કેન્સરને ટાળવામાં મદદ મળી શકે છે. અભ્યાસના અહેવાલના મહત્વને બ્રિટનની દ્રષ્ટિએ પણ ઉપયોગી ગણવામાં આવે છે. આ બાબતના મજબૂત પૂરાવા મળ્યાં છે કે, સક્રિય શારીરિક ગતિવિધિથી કેન્સરથી બચી શકાય છે. આવી પ્રવૃત્તિ હાથ ધરીને હજારો કેસ ઓછા કરી શકાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્યને લગતા લાભ લેવા માટે દરરોજ કસરત સાથે સંબંધિત કેન્દ્રોમાં જવાની જરૂર નથી. દરરોજની પ્રવૃત્તિમાં થોડાક ફેરફાર કરીને સંકટને પણ ટાળી શકાય છે. ડો. થોમ્પસને ઝડપથી ચાલવાની બાબતને પોતાની દરરોજની ટેવમાં આવરી લેવાની સલાહ આપી છે. કેન્સર રિસર્ચ યુકે નામની સંસ્થાએ પણ ડબ્લ્યુસીઆરએફના પરિણામોને યોગ્ય ઠેરવ્યાં છે. નિયમિત રીતે સામાન્ય કસરતથી આંતરડાના કેન્સર અને સ્તન કેન્સરથી બચી શકાય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"