કેસ્ટર અને મસ્ટર ઓઈલની મિલો પર GSTના દરોડા,૫.૯૪ કરોડ વસૂલાયા

0
177
ચંડીસર, ડીસા, પાલનપુર, ઊંઝા, ઉનાવા, ગંગલાસણ, સિદ્ધપુર, ગોંડલ અને ગાંધીધામમાં ઓઈલ મિલો પર દરોડા

કેસ્ટર ઓઈલ અને મસ્ટર ઓઈલની ઊંઝા, ગોંડલ અને અન્ય વિસ્તારોમાં આવેલી મિલો પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ પાડેલા દરોડાને અંતે રૃા. ૫.૯૪ કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી હતી. આ સાથે જ તેમણે કરોડોના કૌભાંડનો નિર્દેશ આપતા દસ્તાવેજોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. કુલ મળીને ૪૭ વેપારીઓ, ૩ ટ્રાન્સપોર્ટર્સ અને બે બ્રોકરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ચંડીસર, ડિસા, પાલનપુર, ઊંઝા, ઉનાવા, ગંગલાસણ, સિદ્ધપુર, ગોંડલ અને ગાંધીધામમાં સક્રિય ઓઈલ મિલો પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવતા જીએસટીના અધિકારીઓએ કહ્યું હતું કે ૬૦થી વધુ સ્થળોની તપાસ દરમિયાન ઊંઝાની શ્રીરામ બ્રોકિંગ એજન્સીમાંથી મોટા પ્રમાણમાં વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું. તેમણે ઘણાં બધાં સ્થળોએ ખરીદ-વેચાણના વહેવારો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઊંઝા ખાતેની શ્રીરામ બ્રોકિંગ એજન્સીનો વહીવટ સંભાળતા મયૂર ઠક્કર અને અમિત ઠક્કર દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણી બધી કંપનીઓ અને પેઢીઓ ઓપરેટ કરવામાં આવતી હતી. તેઓ આન્ધ્રપ્રદેશ અને તેલંગણાના વેપારીઓ પાસેથી રાઈસબ્રાનઓઈલની ખરીદીના બિલ મેળવીને આઈજીએસટીની ક્રેડિટ લઈને ગુજરાતના વેપારીઓને કોમર્શિયલ કેસ્ટર ઓઈલના વેચાણબિલો ઇશ્યૂ કરી આપતા હતા. આ પ્રકારે ફક્ત બિલો આપીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તબદિલ કરી આપતા હતા. દરોડા દરમિયાન ધ્યાનમાં આવેલા ખુશિયા ઇન્ડસ્ટ્રીઝના કેસમાં અંદાજે રૃા. ૭૨ કરોડનો મૂલ્યના બોગસ બિલ મેળવીને રૃા. ૩.૬૦ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદે મેળવી લઈને મોટી ચોરી કરવામાં આવેલી છે. ગોંડલ ખાતે શ્રીનાથ રિફોઈલ્સે અને જય ઓઈલ મિલની તપાસને અંતે તેમના ધંધાના સ્થળો સીલ કરી દેવામાં આવ્યા હતા. આ સીલ તોડી નાખવાની કોશિશ કરનાર ત્રણ જણની ધરપકડ પણ કરવામાં આવેલી છે. સ્થાનિક પોલીસના માધ્યમથી તેમની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ હેઠળ આવરી લેવામાં આવેલા ટ્રાન્સપોર્ટર્સમાં અશોક રોડવેજ – ગાંધીધામ, દાડમદાદા બલ્ક કેરિયર અને શંભુરોડવેઝનો સમાવેસ થાય છે. તપાસ હેઠળ આવેલા બે બ્રોકરોમાં શ્રીરામ બ્રોકિંગ એજન્સી – ઊંઝા અને શ્રી મારૃતિ ટ્રેડલિન્ક – ડિસાનો સમાવેસ થાય છે. દરોડા ક્યાં ક્યાં પડયા – ખુશિયા ઇન્ડસ્ટ્રીઝ-ડિસા – પ્રિન્સિ પ્રોટિન્સ-ડિસા – શ્રીનાથ ટ્રેડિંગ કંપની-ગોંડલ – જય ઓઈલ મિલ-ગોંડલ – સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝ-રાધનપુર – સિંધવઈ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-ડિસા – શક્તિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-ઉનાવા – શિવમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-ગંગલાસણ – દિનેશ ઓઈલ મિલ-ગંગલાસણ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY