ચાવાળો પીએમ બને એ લોકતંત્રની જીત છે : કંગના રનૌત

0
83

મુંબઈ,
તા.૧૮/૦૩/૨૦૧૮

કંગના રનૌત હંમેશા કોઇકને કોઇક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. ગત વર્ષે કંગના રનૌતે ઋતિક રોશન અને આદિત્ય પંચોલી જેમાં અભિનેતાઓ પર ઘણા આરોપ લગાવ્યા હતા, ત્યારબાદ તે ચર્ચામાં આવી હતી. હવે એકવાર ફરી તેણે કેટલાક મુદ્દાઓ પર પોતાનો મત રાખ્યો છે.

એક પ્રોગ્રામમાં પહોંચેલી કંગનાએ પાલિટિક્સમાં આવવાનાં પ્રશ્નનાં જવાબમાં કહ્યું, “આ એક શાનદાર ક્ષેત્ર છે, પરંતુ લોકો આને ખરાબ સમજે છે. મને રાજનેતાઓનું ફેશન સેન્સ જરાય પસંદ નથી. જેવા કપડા હું પહેરું છું અને જેવું હું બોલુ છું એ જાઇને લાગતું નથી કે કોઇપણ પાર્ટી મને તેમની પાર્ટીમાં સામેલ કરે. જા તેઓ મારી ફેશન સેન્સને નહીં બદલે અને મારી મરજી પ્રમાણે બોલવા દેશે તો મને રાજનીતિમાં આવવામાં કોઇ જ વાંધો નથી.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વાત કરતા કંગનાએ કહ્યું, “હું મોદીની સફળતાને કારણે તેમની મોટી ચાહક છું. યુવાન મહિલા હોવાને કારણે મને લાગે છે કે આપણી પાસે યોગ્ય રોલ માડલ હોવા જાઇએ. મારો મતલબ એક સામાન્ય માણસનાં કામ અને ઇચ્છાઓ સાથે છે. જ્યારે એક ચાવાળો પીએમ બને છે તો તે ફક્ત જીત નથી હોતી, તે લોકતંત્રની જીત હોય છે.”

કંગનાએ કહ્યું, “હું એક રાષ્ટÙવાદી છું અને એક પ્રતિનિધિ તરીકે મારી પ્રગતિ દેશના વિકાસ સાથે જાડાયેલી છે. હું ધર્મમાં વિશ્વાસ નથી રાખતી અને પોતાને ફક્ત ભારતીય માનું છું. હું ભારતીય છું અને ભારતમાં જન્મી છું. આ સિવાય મારી કોઇ જ ઓળખ નથી.”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY