ભરૂચ જિલ્લાના મંદિરના પરિશરમાંથી ચંદનના ઝાડની ચોરી

0
138

ભરૂચ:
પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.ર૭-૩ ની રાત્રે તસ્કરો દ્વારા વીસથી પચ્ચીસ વર્ષ જુના વૃક્ષો જેમાં પ્રત્યેકનું અંદાજીત વજન ૨૦ કિલોની આસપાસ થવા તેવા પાકા અને કિંમતી વૃક્ષોની તસ્કરી કરાયા હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. ગુમાનદેવ હનુમાનજી મંદિરની પાછળ આવેલી જમીનમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે. જેમાં બાવળ, ચંદન, સમડી, લીમડો જેવા વિવિધ પ્રકારના વૃક્ષો મુખ્યત્વે ઉછેરાયા છે. આ ઝાડો પૈકી ચંદનના ૧.૭૦ લાખ ઉપરાંતની કિંમતના કિંમતી વૃક્ષોને ગત ર૭/૦૩ ની રાત્રિએ કોઇ અજાણ્યા સક્શો કાપી ઉઠાવી ગયા હતા. ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહનદાસજીએ ઝઘડિયા પોલીસ મથકે ચંદનના ઝાડની ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ જગ્યાએ અગાઉ પણ વૃક્ષોનું છેદન થયું હતું જે પણ તપાસનો વિષય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY