રાહુલ ગાંધી ચાઈનીઝ ગાંધી છે તેવો ભાજપે કોંગ્રેસને કરેલ પ્રશ્ન

0
52

નવી દિલ્હી,તા. ૩૧
ભાજપે આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર તેમના ચીનના સંદર્ભમાં અપવામાં આવેલા નિવેદનને લઇને જારદાર પ્રહાર કર્યા હતા. ભાજપે રાહુલ ગાંધીને ચીનના પ્રવક્તા તરીકે ગણાવીને તેમના ઉપર ચીનની જાહેરાત કરવા સુધીના આક્ષેપો કર્યા હતા. રાહુલના કૈલાશ માનસરોવર યાત્રા ચીનના રસ્તા પર પ્રશ્વ ઉઠાવતા ભાજપે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને ચીન પ્રત્યે ખુબ લગાવ છે તે બાબત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ભાજપે રાહુલને ચાઈનીઝ ગાંધી તરીકે ગણાવ્યા હતા. ભાજપે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, આખરે રાહુલ દરેક બાબતમાં ભારતની સરખામણી ચીન સાથે કેમ કરે છે. બીજી બાજુ આ સમગ્ર મામલાને નોનઇશ્યુ તરીકે ગણાવીને કોંગ્રેસ બચાવના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે,સંબિત પાત્રા આ તમામ વાત કરનાર વ્યÂક્ત કોણ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોતે ટ્‌વીટ કરીને આને ભાજપની નબળી વિચારધારા ગણાવી હતી. ભાજપ ઉપર રાહુલની યાત્રાને રાજનીતિ બનાવવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના પ્રવક્તા સંÂબત પાત્રાએ કેટલાક વિડિયો જારી કરીને રાહુલ ગાંધીના ચીનના સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, ચીન દરરોજ ૫૦ હજાર યુવાનોને રોજગારી આપે છે જ્યારે ભારત એક દિવસમાં ૪૫૦ યુવાનોને રોજગારી આપે છે. રાહુલને આ માહિતી આખરે ક્યાંથી હાથ લાગી છે. મોદીએ ભારતમાં નોકરીની સ્થિતિ ઉપર સંસદમાં દોઢ કલાક ભાષણ આપ્યું હતું પરંતુ રાહુલને આ અંગે માહિતી ન મળી કે ચીન ૫૦ હજાર નોકરી આપે છે. તેમને આ બાબતની માહિતી હતી. રાહુલ ભારતના વલણને સમજવા માટે તૈયાર નથી. તે ચીનની જાહેરાત કરી રહ્યા છે. રાહુલ નેપાળના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન પહોંચ્યા છે. અમે કોંગ્રેસને પૂછવા માંગીએ છીએ કે, રાહુલ ચીનમાં કયા કયા નેતાઓને મળનાર છે. ચીની પ્રવક્તાની જેમ વર્તન કેમ કરી રહ્યા છે. ભારતના નાગરિક તરીકે ચર્ચા કેમ કરતા નથી. રાહુલ કોના ઇશારે આગળ વધી રહ્યા છે. ડોકલામ મુદ્દા ઉપર રાહુલ ગાંધીના નિવેદન ઉપર ભાજપ પ્રવક્તાએ કહ્યું હતું કે, જ્યારે ડોકલામમાં તંગદિલી હતી ત્યારે રાહુલ કોઇને વિશ્વાસમાં લીધા વગર રાત્રે અંધારામાં ભારતમાં ચીનના રાજદૂત સાથે બેઠક યોજી રહ્યા હતા જ્યારે મિડિયામાં ફોટો સપાટી ઉપર આવ્યો ત્યારે પહેલા કોંગ્રેસે આનો ઇનકાર કર્યો હતો પરંતુ મોડેથી આની કબૂલાત કરી હતી. પોતાની જર્મની યાત્રા ઉપર રાહુલને ડોકલામને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે રાહુલે કહ્યું હતું કે તેમને આ સંદર્ભમાં માહિતી નથી જેથી નિવેદન કરશે નહીં. આવી સ્થિતિમાં ડોકલામ ઉપર રાહુલ કઇરીતે આડેધડ નિવેદન કરી રહ્યા છે. રાહુલે ડોકલામને ઢોકલામ તરીકે ગણાવીને આની ટિકા કરી હતી. સરકારે તથા સેનાએ ડોકલામ ઉપર જવાબ આપ્યા હતા. સંસદમાં જ્યારે ચર્ચા થઇ ત્યારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, તેઓ સંપૂર્ણ જવાબદારી સાથે નિવેદન કરી રહ્યા છે પરંતુ રાહુલને વિદેશમંત્રીમાં પણ વિશ્વાસ નથી. રાહુલને ચીની વલણ પસંદ પડ્યું હતું.

(સંપૂર્ણ સમાચાર સેવા)જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY