કોમર્શિયલ મિલકતોની પાર્કિંગની માહિતી મ્યુનિ. તંત્રની વેબસાઈટ પર મુકાશે

0
93

અમદાવાદ,
તા.૩/૫/૨૦૧૮

તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની પા‹કગની ચકાસણી કર્યા વગર બીયુ પરમિશન અપાતી હોવાના મામલે આકરા શબ્દોમાં ઝાટકણી કઢાઇ હતી. જાકે સત્તાધીશોએ રોડ પરની કોમર્શિયલ મિલકત સહિતની કોમર્શિયલ મિલકતની પા‹કગ વ્યવસ્થા અંગે સર્વેની કામગીરી હાથ ધરી હોઇ નાગરિકોને તંત્રની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે.

તંત્ર સમક્ષ સૌથી મોટી વિકટ સમસ્યા ટ્રાફિકની છે. રસ્તા પર દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જતી હોઇ પીકઅવર્સમાં ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાય છે. એક મહિના અગાઉ એસ્ટેટ વિભાગ દ્વારા કમિશનર મૂકેશકુમારના આદેશથી રોડ પરની કોમર્શિયલ મિલકતોની પાર્કિંગની વ્યવસ્થાને નિયંત્રણમાં કરવાનું વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. જે કોમર્શિયલ મિલકતનાં વાહન રસ્તા પર પાર્ક કરાતાં હતાં તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાઇ હતી.

જાકે ગૃડા અંતર્ગત ઇમ્પેકટ ફીની ભરપાઇ કરીને કાયદેસર કરાયેલી કોમર્શિયલ મિલકતોથી પ૦૦ મીટર સુધીમાં પા‹કગ પ્લોટ શોધીને તેમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાના પણ ચક્ર ગતિમાન કરાયા છે, પરંતુ મધ્ય ઝોન જેવા ગીચ વિસ્તારમાં એક પણ ફાજલ પ્લોટ ન હોઇ તેમાં તંત્રને સફળતા મળવાની નથી. નવા પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગને કંઇક અંશે આવા પ્લોટ મળી શકે તેમ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY