કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર શું પ્રસ્તાવ રાખશે,કોંગ્રેસ જ મહાભ્રષ્ટ પાર્ટી છે : સુબ્રમણ્યમ્‌ સ્વામી

0
111

કચ્છ,
તા.૨૪/૦૩/૨૦૧૮

કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત દાખલ કરાયાને મામલે ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય મુખ્યમંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર પસ્તાળ પાળી હતી. આ ઉપરાંત તેમણે બેંકકૌભાંડ અંગે પણ હૈયાવરાળ કાઢી હતી.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કચ્છની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના સ્પીકર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત અંગે પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર શું પ્રસ્તાવ રાખશે. કોંગ્રેસ મહાભ્રષ્ટ પાર્ટી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જામીન પર છે. ચિંદમ્બરમે બહુ ગોટાળા કર્યા છે.

કચ્છ આવેલા સુબ્રમણ્યમ સ્વામી એ બેંક કૌભાંડોની વણઝર અંગે હૈયાવરાળ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે જાન્યું ૨૦૧૭માં નીરવ મોદીને ત્યાં રેડ પડી હતી. રેડની માહિતી ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં જ પડી રહી. આમ કહીને તેમણે ફાઈનાન્સ મિનિસ્ટ્રીને ટારગેટ કરી હતી.

ઉલ્લેખનિય છે કે સુબ્રમણ્યમ સ્વામી સરકારી કોઈને કોઈ ખાતાને ટારગેટ કરતા રહે છે. તે અગાઉ રઘુરામ રાજન પાછળ પડી ગયા હતા. તે પછી તે વડાપ્રધાનના આર્થિક બાબતોના સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ પાછળ પડી ગયા હતા. હાલમાં તેમણે ફાઈનાન્સ મિનિસ્ટ્રીને ટારગેટ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY