ગાંધીનગર,
તા.૭/૩/૨૦૧૮
આગામી ૨૩મી માર્ચે ગુજરાતમાં ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે બે બેઠક ભાજપ અને બે બેઠક કોંગ્રેસના ફાળે જવાની છે, ત્યારે કોંગ્રેસે પોતાના બંને ઉમેદવારો નક્કી કરી નાંખ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દિપક બાબરીયા અને સિદ્ધાર્થ પટેલ અથવા ઇશ્વરભાઈ વહીયાના નામ નક્કી થયા હોવાનું ચર્ચાય છે.
કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે ૨૨ લોકોના નામ શોર્ટ લીસ્ટ કર્યા છે. આ ૨૨ નામોમાં ભરતસિંહ સોંલકી, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, દીપક બાબરિયા, જનાર્દન દ્વિવેદી,પી કે વાલેરા, કરસનદાસ સોનેરી, નારણ રાઠવા, તુષાર ચૌધરી, અલ્કાબેન ક્ષત્રિય, વગેરેનો સમાવેશ થાય છે.
ગઈ કાલે રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રભારી અશોક ગેહલોત, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે આ મુદ્દે ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધી સાથે બેઠક પછી ભરતસિંહ સોલંકીએ રેસમાં ન હોવાની જણાવ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા જનાર્દન દ્વિવેદી બહારના હોવાથી તેમનો વિરોધ થયો હતો. બીજી તરફ દીપક બાબરીયાનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. દીપક બાબરીયા એઆઇસીસીના મહાસચિવ છે અને મધ્યપ્રદેશના પ્રભારી છે. બીજા ઉમેદવાર તરીકે સિદ્ધાર્થ પટેલે અથવા ઇશ્વરભાઈ વહીયાનું નામ નિશ્ચિત મનાઇ રહ્યું છે. ઇશ્વરભાઈ મહુવાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છે.
કોંગ્રેસ દ્વારા કાસ્ટ સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રી હાલમાં રાજ્યસભાના સભ્ય છે. મિસ્ત્રી ઓબીસી ક્વોટામાંથી આવે છે, ત્યારે ઓબીસી ક્વોટાના બીજા ઉમેદવારની પસંદગી કોંગ્રેસ નહીં કરે. આ કારણે પગ કપાયું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"