કોર્પોરેશનનું પાણી ન મળ્યું છતાં ગામલોકોની કોઠાસૂઝથી પાણીનું સંકટ ટળ્યું

0
56

એકલવા,
તા.૩૦/૦૩/૨૦૧૮

૭૦થી વધુ પાણી સંગ્રહ માટેની ટાંકીઓ બનાવવામાં આવી

ગુજરાતમાં ચાલુ વર્ષે નર્મદા નદીનું જળ સ્તર ઘટતા સમગ્ર રાજ્ય પર જળ સંકટ ઉભું થયું છે, ત્યારે આવા કપરા દિવસોમાં એક ગામ એવું છે, જ્યાં બારેમાસ ક્યારેય જળ સંકટ ઉભું થયું નથી. પાટણથી ૫૦ કિલો મીટરના અંતરે આવેલ અને વઢિયાર પંથક એવા હારીજ તાલુકાનું એકલવા ગામની આગવી કોઠાસૂઝ એવી કમાલની છે કે, અહીં પાણીનું સંકટ આવતું નથી.

એકલવા ગામની ભૌગોલિક પરિસ્થતિની વાત કરીએ તો અહીની જમીન ખારાશ અને ક્ષારવાળી હોઈ અહીના લોકોને પીવાનું શુદ્ધ પાણી ક્યારેય નસીબમાં ન હતું અને લોકોને પાણી પીવા માટે વલખા મારવા પડતા હતા. દુરદુર સુધી પાણી મેળવવા રઝળપાટ કરવી પડતી હતી. પાણી માટે માત્ર માનવજીવ જ નહિ પણ પશુ પંખી, ઢોરઢાંખરને પણ પાણી વિના જીવવું ભારે પડી રહ્યું હતું ત્યારે આ ગામના લોકોએ કુદરતી રીતે મળતા વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો વિચાર કર્યો. ગામમાં ઘરેઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે સેવાકીય સંસ્થાના સહયોગથી ટાંકા બનાવવામાં આવ્યા છે અને વરસાદી પાણીનો સંગ્રહ કરી બારેમાસ આ જ પાણીનો પીવા તેમજ ઘરવપરાશમાં ઉપયોગ કરી રહ્યાં છે. એટલે જ આ ગામમાં ક્્યારેય પાણીની સમસ્યાનો સામનો જ કરવો પડ્યો નથી.

આજે એકલવા ગામમાં ૭૦ થી વધુ વરસાદી પાણી સંગ્રહની ટાંકીઓ છે. એકલવા ગામના લોકોએ માત્ર ૨૮ હજારના ખર્ચે પોતાના ઘરમાં પાઈપ લાઈન ગોઠવી છે અને પાણી સંગ્રહ માટે ટાંકા બનાવ્યા છે. જેમાં ગ્રામજનોએ એક સેવાકીય સંસ્થાની મદદ લીધી છે. ઘર દીઠ માત્ર ૪૫૦૦ રૂપિયા સંસ્થામાં જમા કરાવી બાકીનો ખર્ચ સંસ્થાએ ઉઠાવ્યો. ગામમાં આશરે ૭૦થી વધુ પાણી સંગ્રહ માટેની ટાંકીઓ બનાવવામાં આવી છે.

ગામના સરપંચે જણાવ્યું કે, ગામમાં પહેલા પીવાના પાણીની વિકટ સમસ્યા હતી, ઘર આંગણામાં જ પાણીના મોટા હોજ બનાવામાં આવ્યા હોવાથી ગ્રામજનો વપરાશ અનુસાર પાણીને હેન્ડ પંપની મદદથી કાઢી શકે છે અને આમ પાણીનો બગાડ પણ થતો નથી. અમારા ગામમાં વરસાદી પાણીને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું ત્યારથી અમારા ગામમાં પીવાના કે વાપરવાના પાણીની આજ સુધી સમસ્યા સર્જાઈ નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY