કરાંચી,
તા.૨૧/૦૨/૨૦૧૮
૧૯૯૦ના દાયકામાં વસીમ અકરમ તથા રમીઝ રાજાના સુકાનમાં પાકિસ્તાન વતી પાંચ વન-ડે રમી ચૂકેલા આૅલરાઉન્ડર આમિર હનીફના પુત્ર અને કરાચીની અન્ડર-૧૯ ટીમના ખેલાડી મુહમ્મદ ઝરયાબે પોતાનું ટીમમાં સિલેક્શન ન થતાં તેમ જ કોચ સાથેની તકરારને પગલે ડીપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી છે. આ બનાવ ગઈ કાલે સવારે બન્યો હતો જેમાં મુહમ્મદે માલિર ખાતેની પોતાની રૂમમાં પંખા પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.
તેના પિતા આમિર હનીફે પત્રકારોને કહ્યું હતું કે ‘મારો પુત્ર સોમવારે રાત્રે ડિનરમાં અમારી સાથે જ હતો. તે ડીપ્રેસ હતો અને અમને કહેતો હતો કે ક્રિકેટરોની કોઈ કીમત નથી. એ સમયે મને સમજી નહોતો શક્યો કે તે અંતિમ પગલું ભરી શકે એટલો બધો ડીપ્રેશનમાં હતો.’
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"