ડભોઇમાં દુઃખ દર્દ દૂર કરતો હોવાનું જણાવી લોકો પાસેથી રૂપિયા પડાવતા ભુવાની ધરપકડ

0
59

ડભોઇ,તા.૧૦
ડભોઇ તાલુકાના નડા ગામે માતાજીના નામે પાખંડ કરી લોકો ના દુઃખ દર્દ દૂર કરતો હોવાનું જણાવી લોકો પાસે થી રૂપિયા પડાવતા ભુવાને ગ્રામજનોની ફરિયાદ આધારે ડભોઇ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ તાલુકાના નડા ગામે ગામમાં માતાજીના નામે ભુવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરતા રાઠોડીયા શાંતિલાલ રમણભાઈ જેઓને તારીખ ૨૪/૦૬/૨૦૨૦ ના રોજ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ દ્વારા આ ભુવાની કામગીરી બંધ કરવા અને બહારના લોકો આવતા હોવાથી હાલ ચાલી રહેલા કોરોનાવાયરસની મહામારી વચ્ચે ગામમાં આ મહામારીનો પગપેસરો ન થાય તે માટે ભૂવાને લેખિતમાં નોટિસ આપવામાં આવી હતી.
તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ દ્વારા નોટિસ આપવા છતાં પણ આ કાર્ય બંધ ન કરાતા અને બહારના લોકો અવરજવર કરતા હતા. જેથી ગામના આગેવાનો દ્વારા આ કોરોના મહામારીમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી દર્દીઓને તેમના ત્યાં બોલાવી સારુ કરવાના નામે ધંધો ચલાવતા હતા.
જેમાં આજરોજ આ અંગેની ડભોઇ પોલીસને ગામના લોકો અને આગેવાનો દ્વારા જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરતા વડોદરા જંબુસર ભરૂચ અને ડભોઇના દર્દીઓ તપાસ કરતા ભુવા મળી આવેલ હતા. પોલીસે તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY