દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદનું રાજીમાનું તેમનો વ્યક્તિગત નિર્ણય : ભાજપ

0
59

દમણ,તા.૧૦
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય સંઘપ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર અને સ્થાનિક પ્રશાસને દરેક ક્ષેત્રે કરવામાં આવેલા વિકાસની યશગાથા વર્ણવી હતી. જ્યારે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદે કરેલા ગંભીર આક્ષેપો અને રાજીનામાના નિર્ણયને તેમનો પોતાનો અંગત નિર્ણય ગણાવ્યો હતો અને તે અંગે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશ ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર,
સ્થાનિક પ્રશાસન દ્વારા શિક્ષણથી લઇને આરોગ્ય સુવિધાના દરેક ક્ષેત્રમાં થયેલો વિકાસ તેમજ હાલમાં કોરોના મહામારીમાં લોકોએ દાખવેલી જાગૃતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર યોજનાની કરેલી જાહેરાત અંગેની રૂપરેખા રજૂ કરી હતી.સંઘપ્રદેશ ભાજપની પત્રકાર પરિષદપત્રકાર પરિષદને સંબોધતા દમણના સાંસદ લાલુ પટેલે હાલની કોરોના મહામારી જલ્દીથી દૂર થાય તે આશા સાથે દેશમાં અને પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે, સ્થાનિક પ્રશાસને કરેલા વિકાસના કાર્યોની યોજનાઓને વખાણી હતી.
આવનારા દિવસોમાં પણ એજ ગતિએ વિકાસ આગળ વધે તે માટે વડાપ્રધાનની આત્મનિર્ભર યોજનાની સરાહના કરી હતી. કોરોના મહામારી પ્રદેશમાં વકરી રહી છે. તેમ છતાં પ્રશાસન અને આરોગ્ય વિભાગ ખૂબ જ મહત્વની જવાબદારી નિભાવતું હોવાનું પણ લાલુ પટેલે જણાવ્યું હતું. જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પ્રસાશનનો સહયોગ મળતો ન હોવાના અને હેરાન પરેશાન કરવામાં આવતા હોય લોકસભા સત્રમાં રાજીનામુ આપી દેવાની કરેલી જાહેરાત ને તેમનો પોતાનો અંગત નિર્ણય ગણાવી તે અંગે કશું પણ બોલવાનું ટાળ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY