ભારતની આઝાદીના દ્વાર કહેવાતા દાંડી દરિયા કિનારાનો ગાર્ડન બેહાલ

0
175
ગાર્ડનમાં બાળકોના રમવાના સાધન મરવાના સાધન જેવા બની ગયા : પ્રવાસીઓ માટે ટોઈલેટની સુવિધા પણ નથી

ભારતની આઝાદીના દ્વાર જેના કારણે ખુલ્યા તે નવસારી નજીકના દાંડીની જાળવણીમાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. ઐતિહાસિક સ્થળોને વિકાસવાવના સરકારના દાવા વચ્ચે દાંડીનો દરિયા કિનારો અને બનાવેલો ગાર્ડન બેહાલ બની ગયાં છે. મહાત્મા ગાંધી સાથે સીધો સંબધ છે તેવા દાંડીની ખ્યાતી સાંભળીને પ્રવાસીઓ દુર દુરથી આવે છે પણ દરિયા કિનારો અને ગાર્ડન જોઈને નિરાશ થઈ જાય છે. અહી પ્રવાસીઓ માટે કોઈ પ્રકારની ખાસ સુવિધા તો નથી જ પણ ગાર્ડનમાં બાળકોને રમવા માટેના સાધન મરવા માટેના હોય તેવા બની ગયાં છે. સુરત નજીક નવસારીના દાંડીના દરિયા કિનારાને ભારત દેશની આઝાદીનું દ્વાર કહેવામાં આવે છે. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહના કારણે ભારતના આઝાદીના બીજ રોપાયા હતા. મહાત્મા ગાંધી સાથે સીધો સંપર્ક છે તેવા દાંડીને વિકસાવવા માટે સરકાર દ્વારા મોટા-મોટા દાવા કરવામાં આવ્યા છે પરંતુ દાંડીનો વિકાસ સ્થળ પર હજી સુધી થયો નથી. લોકો મીઠાના સત્યાગ્રહનું નામ સાંભળીના દાંડીની મુલાકાત લે છે પણ અહીં લોકોને છેતરાયા હોય તેવી અનુભુતિ થાય છે. દાંડીના દરિયા કિનારે ગાર્ડન બનાવવામાં આવ્યો છે પરંતુ આ ગાર્ડનમાં જો કોઈ પ્રવેશ કરે તો બીજી વાર આવવાનું નામ દે તેવો ગાર્ડન બન્યો છે. ગાર્ડનમાં બાળકોને રમવા માટેના સાધનો છે તેવો બાર્ડ છે. પણ પતરાની લસરપટ્ટી તુટેલી ફુટેલી હાલતમાં છે. બાળકો માટેના હિંચકા માટે સ્ટેન્જ છે પણ હિંચકા નથી. આવા અનેક સાધનો તુટેલી હાલતમાં લાંબા સમયથી છે. આ સાધન રીપેર ન થયાં હોવાથી બાળક ભુલમાં બેસી જાય તો ઈજાગ્રસ્ત બને તેવી હાલત છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ટોઈલેટની પુરતી સુવિધા નથી. જે ટોઈલેટ છે તે ઉભા રહેલા લાયક પણ રહ્યાં નથી. તેમાં અસહ્ય ગંદકી જોવા મળે છે. ગાંધી સ્મૃતિ સાથે જોડાયેલા દાંડીનું નામ સાંભળીને અનેક લોકો દુર-દુરથી આવે છે પણ દાંડીનો દરિયા કિનારાનો ગાર્ડન જોઈને તેમનું હૃદ્ય દ્વવી જાય તેવી હાલત છે. સરકાર ઐતિહાસિક સ્થળો માટે કરોડો રૃપિયાની ફાળવણી કરી હોવાની વાત કરે છે પણ આઝાદીના પ્રવેશ દ્વાર એવા દાંડીની જાળવણી કરવામાં સરકારી તંત્ર તદ્દન નિષ્ફળ નિવડયું છે તે અહીં આવતા મુલાકીતીઓ કહી રહ્યાં છે. સફાઈ વેરો લેવાતો હોવા છતાં દરિયા કિનારે ઠેર-ઠેર પ્લાસ્ટીકનો કચરો મીઠાના સત્યાગ્રહના સાક્ષી બનેલા દાંડીના દરિયા કિનારીની મુલાાકાતે તમે જાવો તો સ્વચ્છતા વેરાના નામે ગાડી દીઠ દસ રૃપિયા વસુલવામાં આવે છે. ઐતિહાસિક સ્થળની જાળવણી માટે દસ રૃપિયા મુલાકાતીઓ હોશે હોંશે આપી દે છે પણ ત્યાર બાદ દરિયા કિનારાની મુલાકાત લેવામાં આવે તો સફાઈ વેરો ખોટી રીતે વસુલાતો હોવાનું પ્રતિત થાય છે. દરિયા કિનારાનો ગાર્ડનના સાધનો તો તુટેલી ફુટેલી હાલતમાં છે જ પણ દરિયા કિનારે પ્લાસ્ટીકનો કચરો મોટી માત્રામાં જમા થયેલો જોવા મળે છે. લોકો દરિયો જોઈને ન્હાવા માટે ઉતરે છે પણ પાણી સાથે મોટી માત્રામાં પ્લાસ્ટીકનો કચરો આવતાં લોકો નિરાશ થઈ જાય છે. લોકો પાસે સફાઈ વેરાના નામે પૈસા વસુલાતા હોય તો દરિયા કિનારે પ્લાસ્ટીકનો કચરા સહિતનો અન્ય કચરો રોકવો જોઈએ તેવું પ્રવાસીઓનું માનવું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY