દારુબંધીના લીરા ઉડયાઃ હાર્દિક, અલ્પેશ, જીજ્ઞોશ મેવાણીએ જનતારેડ કરી દારુ પકડયો

0
121
લઠ્ઠાકાંડ બાદ યુવા આંદોલનકારીઓનો સરકાર સામે મોરચા

જો સરકાર પાણીના પાઉચ બંધ કરી શકતી હોય તો દારુ કેમ નહીં? ગૃહમંત્રી માત્ર અમદાવાદને જ દારુમુક્ત બનાવ

અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા હાર્દિક પટેલ,જીજ્ઞોશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર સામે મોરચો માંડયો છે.ત્રણેય આંદોલનકારીઓએ ગાંધીનગરમાં ડીએસપી ઓફિસની પાસે જ જનતારેડ પાડી દારુ પકડયો હતો. ગાંધીના ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર અમલમાં છે તે વાત સાબિત પુરવાર કરી હતી. જનતારેડને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. શહેરમાં સોલા વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાતાં ચારેક જણાંની તબીયત લથડી હતી જેમાં બેની હાલત હજુય ગંભીર છે. હાર્દિક પટેલ,જીજ્ઞોશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે ગુરુવારે બપોરે સિવિલ હોસ્પિટલમાં જઇને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ત્રણેય આંદોલનકારીઓએ સરકાર સામે એવા આક્ષેપો કર્યાં કે, ગુજરાતમાં દારુબંધી માત્ર નામપુરતી છે.સરકારમાં ઇચ્છાશક્તિ જ નથી.આજે યુવા પેઢી નશાના બંધાણી બની રહ્યાં છે ત્યારે બુટલેગરોને છુટોદોર મળ્યો છે.છેલ્લાં કેટલાંય વખતથી દારુબંધી સામે લડત લડવામાં આવી રહી છે તેમ છતાંય કોઇ પરિણામ આવી શક્યુ નથી. મેવાણીએ તો એવો આરોપ મૂક્યોકે, કમલમ અને ગાંધીનગરના ઇશારે જ ગુજરાતમાં દારુનો વેપલો ધમધમી રહ્યો છે. જો પાણીના પાઉચ એક જ દિવસમાં બંધ થઇ જતાં હોય તો દારુ કેમ નથી.ગૃહમંત્રીને એવો પડકાર ફેંકવામાં આવ્યો હતોકે, સમગ્ર ગુજરાતને જ નહી,માત્ર અમદાવાદને જ દારુમુક્ત કરી દેખાડો. ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે એવો આક્ષેપ કર્યો કે,છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી રૃા.૧૪૭ કરોડનો દેશી,વિદેશી દારુ પકડાયો તે એજ દર્શાવે છેકે, ગાંધીના ગુજરાતમાં દારુબંધીના લીરેલીરે ઉડયાં છે. દારુની હેરાફેરી કરતાં ૧૬૦૩૩ વાહનો પકડાયાં છે. અમદાવાદમાં સૌથી વધુ દારુ ઝડપાયો છે. મહત્વની વાત એછેકે, બે દિવસ પહેલાં જ ઠાકોરસેનાએ સોલા પોલીસને દારુના અડ્ડા વિશે જાણ કરી હતી. હાર્દિક,જીજ્ઞોશ અને અલ્પેશ ઠાકોરે એવી પણ ચિમકી ઉચ્ચારીકે, આગામી બે દિવસમાં શહેરો અને ગામડાઓમાં જઇને દારુના અડ્ડા પર જનતારેડ કરીશુ અને પોલીસતંત્ર-સરકારને દેખાડીશું કે,ગુજરાતમાં દારુબંધી કાગળ પર જ છે. આ ઉપરાંત ૧૦મીએ રાજયપાલને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. હાઇકોર્ટમાં ય પીઆઇએલ કરવા પણ તૈયારીઓ કરાઇ છે. ત્રણ આંદોલનકારીઓ જનતારેડ પાડતાં પોલીસ રીતસરની દોડતી થઇ ગઇ હતી. એટલું જ નહીં, શહેર પોલીસે દારુના દૂષણને ડામવા એક્શનપ્લાન પણ બનાવી દીધો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY