ડેમનું બાંધકામ ખોરંભે પડતાં મોરવા હડફ તાલુકાના લોકો પાણી વગર તળફડે છે

0
107

મોરવા હડફ,
તા.૧૩/૦૩/૨૦૧૮

સરકારે ૨૧ કરોડનો ખર્ચો માથે પડ્યો

આરંભે શૂરી કહેવાતી રાજ્ય સરકારની બેદરકારીને કારણે મોરવા હડફ તાલુકાના લોકો કાળઝાળ ગરમીમાં પાણી માટે ટળવળી રહ્યા છે. મોજરી ગામ પાસે બે દસકા અગાઉ અંદાજે છ કરોડના ખર્ચે બાંધવામાં આવેલાં કોલીયારી ડેમનું બાંધકામ ખોરંભે પડતાં દસ જેટલા ગામના લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર ટળવળી રહ્યા છે. સરકારે આજદિન સુધી ૨૧ કરોડનો અધધ ખર્ચો કરી નાંખવા છતા પણ લોકોને એક ટીપુંય પાણી મળ્યું નથી.

મોરવા હડફ તાલુકાના અંદાજે દસેક ગામોના ૬૦થી૭૦ હજાર જેટલા લોકોને કાયમી ધોરણે ખેતીલાયક અને પીવાલાયક પાણી મળે તે માટે સરકારે કોલીયારી નદી પર ડેમ બનાવવાની યોજના ઘડી. પરંતુ ૧૯૯૬ થી આ યોજના ટલ્લે ચઢે છે. ડેમના બાંધકામની કામગીરી દરમ્યાન પેટા કેનાલ.

નાની સિંચાઇની નહેરો સહીત અંદાજે ૬ કરોડનો ખર્ચ કરાયો. પરંતુ નજીકમાં આવેલાં નવાગામમાં વસવાટ કરતાં કુટુંબો ડુબાણમાં જતાં આ કુંટુંબોનો પ્રશ્ન સરકાર સમક્ષ આવીને ઉભો રહેતા બે દાયકા બાદ પણ કોલીયારી ડેમ જૈસે થેની સ્થતિમાં છે.

સરકારે કોલીયારી ડેમની કામગીરીમાં જાતરાયેલાં વહીવટી સ્ટાફ અને મેન્ટેનન્સ મળી ૨૧ કરોડ જેટલો ખર્ચો કરી નાંખ્યો હોવા છતાં ડેમનાં ઠેકાણાં નથી. જેથી અહીંના ગરીબ લોકોને પાણી મળતુ નથી. અધુરામાં પુરુ પાણી પુરવઠા વિભાગ દ્વારા નાખવામાં આવેલા મોટાભાગના હેન્ડ પંપો બંધ છે. આથી ગામના લોકોએ એક-બે કીલોમીટર દૂર આવેલા ખાનગી કુવા અને ચાલુ હેન્ડપંપો પર પાણી લેવા જવું પડે છે.

જ્યાં લોકો પીવાના પાણી માટે વલખા મારવા પડતાં હોય ત્યાં ખેતીનું તો પૂછવું જ શું? સરકારને આ યોજના આગળ ધપાવવામાં રસ નથી. એટલે ૨૧ કરોડના ખર્ચ છતાં ગામના લોકો પરસેવો પાડી પાણી મેળવી રહ્યા છે અને સરકારને કોસી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY