ન્યુ દિલ્હી,
તા.૮/૫/૨૦૧૮
એટીએમ બંધ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો
દેશભરમાં બેંકોએ મે ૨૦૧૭ અને ફેબ્રુઆરી ૨૦૧૮ની વચ્ચે આશરે ૨૦૦૦ એટીએમ બંધ કરી દીધા છે. તો બીજી બાજુ દેશના ઉત્તર પૂર્વ રાજ્યોમાં લાખો લોકોએ રોકડની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થતિમાં એટીએમ બંધ થવાથી લોકોની પરેશાનીઓ પણ વધી શકે છે.
ભારતીય રિઢર્વ બેંકના આંકડા પ્રમાણે ૧૦ મહિનામાં બેંકોએ પોતાની બ્રાંચોમાં વિવિધ સ્થાનો પર ૨૦૦૦ એટીએમ બંધ કરી દીધા છે. જા કે બેંકોએ બ્રાંચોથી દૂર લાગેલા એટીએમની સંખ્યામાં વધારો કર્યો છે. જે બેંકોએ પોતાના એટીએમની સંખ્યામાં કાપ કર્યો છે એમાં એસબીઆઇ પહેલા નંબર પર છે. એટીએમ બંધ કરવાનું કારણ ઓપરેટિંગ કોસ્ટમાં વધતો ખર્ચ જણાવવામાં આવી રહ્યો છે.
એસબીઆઇની બ્રાંચ પૂરા દેશમાં ૧,૦૭,૬૩૦ એટીએમ લાગેલા છે, જેની સંખ્યા મે ૨૦૧૭માં ૧,૧૦,૧૧૬ હતી. તો બ્રાંચથી દૂર લાગેલા એટીએમની સંખ્યા ૯૮,૩૬૦થી વધીને ૯૯,૦૨૯ થઇ ગઇ છે. તો બીજી બાજુ પંજાબ નેશનલ બેંકે પણ પોતાના એક હજારથી વધારે એટીએમને બંધ કરી દીધા છે.
ગત મહિને દેશના ઘણા રાજ્યોમાં એટીએમ પર લોકોને કેશની સમસ્યાનો સમાનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે કરન્સી નોટોનું સપ્લાઇને ખૂબ જ વધારી દીધો હતો. હવે આ સ્થતિ પૂર્વોત્તર રાજ્યોમાં પણ લોકોને જાવા મળી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"