ધાનાણીએ નીતિન પટેલને રોકડું પરખાવ્યું ‘તમારું ક્યાં ચાલે, બધું દિલ્હીથી ચાલે છે’ – ભાજપના ધારાસભ્યોને સુરક્ષા અપાઈ

0
60

ગાંધીનગર,
તા.૧૫/૦૩/૨૦૧૮

ગુજરાત વિધાનસભામાંથી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મામલે કોંગ્રેસ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે ત્યારે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર પર ચાબખા મારવાનું ચાલું રાખ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા દ્વારા પણ કડક શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા હતા.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ગૃહ વિભાગની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી પ્લસ નાણામંત્રી નીતિન પટેલને ટોણો મારતા કહ્યું કે નીતિનભાઈ તમારું ક્યાં કશું પણ ચાલે છે. બધું જ દિલ્હીથી જ ચાલે છે. રાજ્યમાં બધું આઉટ સો‹સગથી થાય છે તો પછી મિનિસ્ટ પણ આઉટ સો‹સગથી કેમ નથી લઈ આવતા.

કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ગૃહમાં રજૂઆત કરતા કહ્યું કે નલિયા કાંડ.આશારામ કાંડ દલિતો ઉપર અત્યાચાર, કચ્છ યુવતિનો જાસૂસીકાંડ, એમબી શાહ કમિશનનો રિપોર્ટ વિધાનસભાના ફ્લોર પર જાહેર કરવામાં આવતા નથી.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પાકિસ્તાન એક માથું કાપશે તો અમે ૧૦ માથા કાપીશું. ક્યાં ગઈ ૫૬ ઈંચની છાતી. ગુજરાતમાં ગુનાખોરી વધી છે. ધારાસભ્યના સીસી કેમેરા તોડી નાંખવામાં આવે છે અને કોઈ પગલા લેવામાં આવતા નથી. રાજ્યમાં ૬ ફૂટના ગૃહ મંત્રી છે પણ આ ૬ ફૂટની નીચે ગુનાખોરી વધી રહી છે. દારુબંધી રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે અને બાળકો-મહિલા પરના અત્યાચારો વધી રહ્યા છે.

તેમણે કહ્યું કે ગુજરાતની સ્થતિ એવી છે કે ગુનાખોરીએ માઝા મૂકી છે. કોન્સ્ટેબલથી લઈ ગૃહ પ્રધાન સુધ્ધા જેલમાં ગયા છે.

સીજે ચાવડા અને પરેશ ધાનાણીની કડક ટીકાઓ સમયે ભાજપના ધારાસભ્યો સમસમીને બેસી રહ્યા હતા. કોઈએ હરફ પણ ઉચ્ચાર્યો ન હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકારની આવી રીતે આકરી ટીકા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY