સેલંબા લગ્ન માંથી પરત આવતા વ્યક્તિને અકસ્માત નડતા ઘટના સ્થળે મોત.

0
166

રાજપીપલા: સાગબારા ના ધનસેરા ગામે રહેતા યોગરાજા મુથ્થુસ્વામી તેવર ગતરોજ સાંજે ધનસેરા થી સેલંબા પોતાની બાઈક નં જી.જે.16 AB 5532 લઈ ગયા હતા લગ્ન પતાવ્યા બાદ તે રાત્રે લગભગ બે વાગે પરત બાઈક લઈ ધનસેરા આવવા નીકળ્યા ત્યારે ધનસેરા ગામના પેટ્રોલ પમ્પ પાસે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટ આવતા સામે થી આવી રહેલા યોગરાજ ની બાઈકને અડફેટે લઈ બાઈક સાથે તેમને દૂર સુધી ઘસડી જતા તેમને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું જયારે અજાણ્યો વાહન ચાલાક અકસ્માત કરી ત્યાંથી ફરાર થઈ જતા મૃતક ના ભાઈ યોગેશ તેવરે સાગબારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

રિપોર્ટર – નર્મદા , ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY