ધરમપુરના નાની વહિયાળ નજીક ટેમ્પોમાંથી 1.87 લાખનો દારૂ ઝડપાયો, એક ઈસમ ની અટકાયત

0
146

સુરત વિભાગ આર.આર.સેલ. બુધવારે સ્ટાફ સાથે સુરત રેંજ વિસ્તારમાં નશાબંધી અમલીકરણ સંદર્ભે પ્રોહિ. ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેમને સુરત પ્રોહિ. ગુનાઓમાં સંડોવાયેલા ફિરોઝ ઉર્ફે ફિરોઝ ફ્રૂટ અનવરઅલી ફ્રૂટવાલા તથા મહમદ ફિરોઝ નાલબંધ એ બારડોલી ખાતે રહેતા બુટલેગર અશોક ડામર મારફતે સેલવાસથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવ્યો છે. આ જથ્થો ટેમ્પો નં.(DN-09-P-9485) માં ભરી ચાલક સેલવાસથી નાના પોઢા, ધરમપુર રોડ થઈ બારડોલી પહોંચી ત્યાંથી મંગાવનારા સુરતના બુટલેગરોને સપ્લાય કરવાની સાથે દારૂનો જથ્થો ભરેલા ટેમ્પોની આગળ કાર નં. (DN-09-L-0628) માં સેલવાસના લવાછાનો ચાલક પાયલોટિંગ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે પંચો સાથે નાના પોઢા-ધરમપુર રોડ ઉપર નાની વહિયાળ ગામની સીમમાં ટેમ્પો અને પાયલોટિંગ કારનો ચાલક પોલીસને નિહાળી પુરઝડપે ધરમપુર તરફ નાસી છૂટયો હતો. આથી બાતમી મુજબનો ટેમ્પો પોલીસે પકડી પાડી તપાસ કરતાં અંદરથી 1,87,200નો દારૂ, મોબાઈલ ફોન નંગ.2 કિંમત રૂપિયા 5500અને ટેમ્પો કિંમત રૂ. 1,50,000, મળી કુલ રૂ.3,42,700નો પ્રોહિ.નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક સલમાન શકીલ ખાનની અટક કરી હતી. જ્યારે સુરતના ફિરોઝ ફ્રૂટ, મહમદ ફિરોઝ, બારડોલીના અશોક ડામર અને સેલવાસના લવાછાના વસીમ ખાનને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY