ન્યુ દિલ્હી,
તા.૪/૫/૨૦૧૮
દિલ્હીના પ્રદૂષણના સ્તરમાં સુધારો : પર્યાવરણ મંત્રાલય
જીનિવામાં વર્ષ ર૦૧૬ માટે ડબ્લ્યુએચઓ દ્વારા જારી કરાયેલ દુનિયાભરનાં ૧પ સૌથી પ્રદૂષિત શહેરની યાદીને લઇને પ્રદૂષણ નિયંત્રણ સંસ્થા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અને પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે તેનાથી પ્રદૂષણના સ્તરની સ્પષ્ટ તસવીર દેખાતી નથી. તેમનું કહેવું છે કે દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો છે અને હાલની સ્થતિ રિપોર્ટથી હટીને છે.
ર૦૧૭માં પ્રદૂષણ સામે લડવા માટે ઘણાં પગલાં લેવાયાં, જેમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુએચઓ દ્વારા જારી લિસ્ટમાં દુનિયાનાં ૧પ સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હીનું સ્થાન છઠ્ઠું છે. આ રિપોર્ટ મુજબ દિલ્હીની હાલત ર૦૧૦ કરતાં પણ ખરાબ થઇ છે. ર૦૧૦માં દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું.
એ સમયે દિલ્હીની હવામાં ર.પ લેવલ ૧૪૧ માઇક્રોગ્રામ પ્રતિકયુબિક મીટર નોંધાયું હતું, જે ર૦૧૬ સુધીમાં વધીને ૧૪૩ માઇક્રોગ્રામ પ્રતિકયુબિક મીટર થઇ ગયું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે ર૦૧૬ની સરખામણીમાં ર૦૧૭માં પરિસ્થતિ સુધરી છે અને ર૦૧૮માં તો ર૦૧૬ની સરખામણીમાં ઘણી સારી સ્થતિ છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર ર૦૧૭માં ભરાયેલાં પગલાંથી દિલ્હીની હવા સ્વચ્છ થઇ છે. મંત્રાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું કે સીપીસીબી દ્વારા એકઠા કરાયેલા ડેટા મુજબ ર૦૧૬માં પીએમ ર.પ લેવલ ૧૩૪ માઇક્રોગ્રામ પ્રતિકયુબિક મીટર હતું અને ર૦૧૭માં ૧રપ માઇક્રોગ્રામ પ્રતિકયુબિક મીટર છે. આ રીતે ર૦૧૬ની સરખામણીમાં ર૦૧૭માં પીએમ-૧૦ના સ્તરમાં ઘટાડો થયો છે.
પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા મુજબ ગયા વર્ષે દિલ્હી-એનસીઆરમાં ઘણાં મહત્વનાં પગલાં ભરાયાં. પ્રદૂષણ સામે લડવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન પર અમલ કરાયો. પેટકોકને ઇંધણ તરીકે સળગાવવા પર પ્રતિબંધ મુકાયો. કોલસાના પ્લાન્ટ પર સખત નજર રખાઇ.
એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની સંખ્યા વધારાઇ અને પર્યાવરણ મંત્રાલય દ્વારા વ્યાપક યોજના તૈયાર કરાઇ, જેના કારણે ર૦૧૮માં સ્થતિ વધુ સારી રહેશે તેવી આશા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"