ડિંડોલીના મહારાષ્ટ્રીયન પરિવારના લગ્નમાંથી ચોરી કરનાર બે ઝડપાયા

0
119

ડિંડોલી પ્રજાપતિ સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ વખતે આવેલા ચાંદલાના રૂ.૬૦ હજારની ચોરી કરી જનાર બે ચોરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ શહેરમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ નિશીલ રમેશ ચંદ્ર અને કોન્સ્ટેબલ જીતુભાને બાતમી મળી હતી કે ચારેક દિવસ પહેલા ડીંડોલીમાં આવેલી પ્રજાપતિ સમાજની વાડીમાં લગ્ન પ્રસંગમાં વ્યવહારમાં આવતો ચાંદલો લખતા માજી કે જેમણે એક સ્ટીલની પેટીમાં ૫૬,૭૫૦ રોકડા મુકીને પેટીને એક બાજુએ મુકી હતી તેની ચોરી થઈ હતી. આ ચોરી કરનાર વિલાસ ઉર્ફે નિલેશ મહેન્દ્ર પાટીલ અને એક લંબરમુછીયો હતો. બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY