કેટલાક ડૉક્ટરો ગ્રુપ બનાવીને મીની વેકેશન મનાવવા ફરવા જતા દર્દીઓ પરેશાન !?

0
353

મળતી વિગત અનુસાર ભરૂચ જિલ્લાના કેટલાક ડૉક્ટરો ગ્રુપ બનાવી મીની વેકેશન મનાવવા બહારગામ ફરવા ગયા જેના પરિણામે અમુક પ્રકારના ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા કેમકે આ ગરીબ દર્દીઓ ને સોનોગ્રાફી કરવા માટે સેવાશ્રમ કે અન્ય જગ્યાએ લાઈનો લગાવવાની ફરજ પડી હતી.

ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોક્ટરોને પોતાની કંપનીની દવા લખાવી બિઝનેસ વધારવા માટે કમિશનના ભાગરૂપે અનેકાનેક પ્રોત્સાહન આપતા હોય છે ચર્ચા મુજબ કોઈ કથિત કલબ ની ઓફર કરાવી ડોક્ટરોને રજા ગાળવા વ્યવસ્થા કરી આપી હોવાનુચર્ચાય છે

અત્રે એ ઉલ્લેખનીય છે કે ડોકટર પણ સમાજનું અવિભાજ્ય અંગ છે અને તેને પણ કુટુંબ અને સામાજિક જીવન વ્યવસ્થા હોય છે તો સમાજનો દરેક વર્ગ જયારે રજા ગાળવા જઈ શકતો હોય, સંબંધો સાચવી શકતો હોય ત્યારે સમાજની દર્દીઓની ખડે પગે સેવા આપનાર ડૉક્ટરો ક્યારેક મિત્રવર્ગ સાથે ફરવા જાય તો એ અસ્થાને નથી, જરૂરી એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા ડોક્ટરે પોતાના દવાખાનામાં કરવી રહી કેમકે દરેક દર્દીને પોતાના ફેમિલી ડોક્ટર ને ત્યાં દવા લેવા જવું અનુકૂળ હોય છે ત્યારે કેટલાક ડો એવી પણ વૈકલ્પિક વ્યવસ્થા કરતા હોય છે કે અન્ય ડો. તેમના દવાખાના સાચવી લે છે પરંતુ આવા સમયે એક વાત ધ્યાન રાખવી જરૂરી છે કે ડિગ્રી વગરના કમ્પાઉન્ડર ના ભરોસે દવાખાના મૂકી કોઈ ડૉ. આવા પ્રવાસોમાં જાય તો તેવા સમયે દર્દી સાથે કાંઈ અજુગતું બને તો તેની જવાબદારી કોની?

જો ડોક્ટરો સેવાના આશયથી ડોક્ટર બન્યા હોય તો આ દેશના વડાપ્રધાન એવો કાયદો લાવી શકે છે કે જેથી ડોક્ટર બન્યા પછી શરૂઆતના પાંચ વર્ષ તમામ ડોક્ટરોએ ગામડામાં કે તાલુકા લેવલે સેવા આપવી રહી અને આમ કરવામાં ચૂક થાય તો તેની ડિગ્રી પણ કેન્સલ કરવી!! આવું શક્ય બને ખરું? જો આ દેશ રાતોરાત નોટબંધી આવી શકતી હોય , જો આ દેશની અંદર જીએસટી નો ઉત્સવ મનાવવામાં આવતો હોય તો સરકાર આટલી વ્યવસ્થા કરે તોપણ ગરીબ દર્દીએ શહેર સુધી લાંબા થવું ન પડે અને આર્થિક રીતે ભીંસમાં મુકાવું ન પડે
પણ સ્થાપિત હિતો આવા જનહિત ના કાયદા ન બનવા દે એ પ્રજા સુપેરે જાણે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY