ડ્રાઈવર બન્યો યમદૂત ઃ સ્કૂલ બસ ટ્રેન સાથે અથડાતા ૧૩ બાળકોના મોત

0
143

ડ્રાઈવર કાનમાં ઈયરફોન ભરાવી સ્કૂલ બસ ચલાવતો હતો,ટ્રેન જાયા પછી પણ ન રોકાયો!
કુશીનગર,તા.૨૬
ઉત્તરપ્રદેશના કુશીનગરના બહપુરવા રેલવે ક્રોસિંગ પાસે એક મોટી ર્દુઘટના બની છે. અહીં એક સ્કૂલ વાન એક ટ્રેન સાથે અથડાઈ ગઈ છે. આ એક્સિડન્ટમાં ૧૩ બાળકોના મોત થયા છે જ્યારે ૭ બાળકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. સ્કૂલ વાનમાં કુલ ૨૫ લોકો હતા. હાલ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ એક્સિડન્ટમાં એક નવો ખુલાસો એવો પણ થયો છે કે, ઘટના સમયે વાનના ડ્રાઈવરે ઈયરફોન પહેરેલા હતા. તેથી તેને ટ્રેનનો અવાજ સંભળાયો જ નહતો. તે કારણથી પણ આ એક્સિડન્ટ થયું હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના પછી સીએમ યોગીનાથ આદિત્યએ દુખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ તથા મૃતક બાળકોના પરિવારજનોને રૂ. ૨ લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દૂર્ઘટનાને લઇને કુશીનગર પહોંચ્યા હતા. આ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જા કે ઘટનાસ્થળ પર પહોંચતા નારેબાજીની વચ્ચે પરત ફર્યા હતા. ત્યારબાદ સીએમ યોગી આદિત્યનાથ ઘાયલ વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથે કહ્યુ કે આ દૂર્ઘટનાને લઇને મેં રેલવે પ્રધાન સાથે વાત કરી છે.
યુપીના એડીજી આનંદ કુમારના જણાવ્યા પ્રમાણે, વાનમાં કુલ ૨૫ લોકો હતા. તેમાંથી ૧૩ના મોત થયા છે જ્યારે ૮ બાળકોની સ્થિતિ ગંભીર છે. વિશુનપુરા વિસ્તારમાં દુદહી બહપુરવા રેલવે ક્રોસિંગ પર ગુરુવારે સવારે ૬.૩૦ વાગે સિવાનથી ગોરખપુર જતી પેસેન્જર ટ્રેન સાથે વાનનો અકસ્માત થયો હતો. વાન માનવરહિત રેલવે ક્રોસિંગને ક્રોસ કરતી હતી તે સમયે જ ટ્રેન ત્યાં આવી ગઈ હતી. દુદહી બજારમાં આવેલી ડિવાઈન સ્કૂલની વાન બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
વાનમાં બાળકો સહિત અંદાજે ૨૫ લોકો હતા. બાળકોની ઉંમર સરેરાશ ૧૦ વર્ષ હતી. વાન ડિવાઈન પબ્લિક સ્કૂલની હતી. ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. તાજેતરમાં જ રેલવે મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં અંદાજે ૫૦૦૦ માનવરહિત રેલવે ક્રોસિંગ છે. રેલવે પર થતા એક્સિડન્ટમાં અંદાજે ૩૦થી ૩૫ ટકા એક્સિડન્ટ તે કારણથી જ થાય છે. હવે આ પ્રમાણેના ક્રોસિંગોને એક વર્ષની અંદર જ બંધ કરી દેવામાં આવશે.
રેલમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, મે સીનિયર ઓફિસરોને ઘટનાની તપાસ કરવા માટે કÌšં છે. મૃતક બાળકોને રેલવે વિભાગ તરફથી રૂ. ૨ લાખની આર્થિક સહાય કરવામાં આવશે.
૧૯ જૂન ૨૦૧૭માં ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં ટ્રક અને સ્કૂલ બસના એક્સિડન્ટમાં ૧૨ બાળકોના મોત થયા હતા. આ એક્સિડન્ટમાં સ્કૂલ ડ્રાઈવરનું પણ મોત થઈ ગયું હતું. જુલાઈ ૨૦૧૬માં વારાણસી-ઈલાહાબાદ રેલવેના કૈયરમઉ રેલવે ક્રોસિંગ પાસેપણ બાળકોથી ભરેલી સ્કૂલવાન ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. આ એક્સિડન્ટમાં પણ ૧૦ બાળકોના મોત થયા હતા અને ઘણાં બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કૈયરમઉમાં પણ માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માત થયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY