ટૂંક સમયમાં ડુંગળીની કિંમત ૩૦ ટકા સુધી ગગડે તેવી શક્યતા

0
108

ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮

હોલસેલ માર્કેટમાં ડુંગળીની કિંમતમાં તિવ્ર ઘટાડો નોંધાયો છે. માર્કેટમાં ડુંગળીની કિંમત ૧૫૦૦ રૂપિયાથી નીચે આવી ગઇ છે. મહારાષ્ટના લાસલગાંવના માર્કેટમાં ગુરૂવારે ડુંગળી પ્રતિ ક્વિન્ટલ ૧૪૫૦ રૂપિયામાં વેચાઇ હતી. ખરેખર, નવા પાકની આવકની કિંમતો પર દબાણ ઉભુ થયું છે. કેટલાંક માર્કેટમાં ડુંગળીનો ભાવ ૧૨૦૦ રૂપિયાથી પણ નીચે ગગડી ગયો છે. આ મહિને ડુંગળીની કિંમતમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. આવનારા દિવસોમાં રિટેલમાં પણ તેનો પ્રભાવ જાવા મળી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, માર્કેટમાં હવે નવો પાક પહોંચી રહ્યો છે. ઉપરાંત આગામી કેટલાંક અઠવાડિયામાં ડુંગળીની કિંમત ૩૦ ટકા સુધી ગગડી શકે છે.

દેશમાં ડુંગળીનો વપરાશ વધુ છે. પ્રતિ વ્યક્તિ ૮૦૦ ગ્રામ પ્રતિ મહિનો. એટલે કે ૫ લોકોનો એક પરિવાર મહિનામાં ૪ કિલો ડુંગળી આરોગે છે. જેની સરેરાશ કિંમત રૂ. ૧૦૦ થઇ. જા હવે ડુંગળીની કિંમતમાં ચાર ગણો વધારો થાય તો ડુંગળીનો કિલોનો ભાવ ૨૦ના બદલે ૮૦ રૂપિયે થઇ શકે. તો એક પરિવારનું માસિક બજેટ માત્ર ૩૦૦ રૂપિયા મહિને વધશે. એક મધ્યમ વર્ગ સહેલાઈથી આ વધારાને સહન કરી શકે છે. ડુંગળીની માંગ હોવા છતાં તેની કિંમતનું સ્તર સ્થિર રહેવા પાછળનું આ જ કારણ છે.

ડુંગળીની કિંમતમાં વધારા પાછળનું મુખ્ય કારણ માર્કેટમાં તેનો ઓછો પુરવઠો જવાબદાર છે. પરંતુ પુરવઠામાં અછત ઉભી કરવામાં આવે છે. કારણકે દેશમાં ડુંગળીનું ઉત્પાદન વપરાશ કરતા વધારે થાય છે. તેથી દર વર્ષે ડુંગળીની કિંમતમાં કટોકટી આવે છે, પણ દર વર્ષે આપણો દેશ ડુંગળીની નિકાસ પણ કરે છે. અલબત્ત, સંગ્રહખોરી, ડુંગળીના સ્ટોરેજની જરૂરી વ્યવસ્થાનો અભાવ અને સરકારી નીતિઓમાં Âસ્થરતાના અભાવને કારણે ડુંગળીની કિંમતમાં આપોઆપ ઉછાળો થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY