ઇમ્પેકટ ફી યોજનાથી ૧.૧૭ લાખ અરજીને રદબાતલ કરાઈ, તમામ બાંધકામ ગેરકાયદે પુરવાર

0
164

અમદાવાદ,તા.૨૩
રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની યોજના પૂર્ણ થઇ ગઇ છે. મ્યુનિસિપલ તંત્ર સમક્ષ આવેલી કુલ ર.૪૩ લાખથી વધુ અરજી પૈકી ટી.પી. રસ્તા અને સરકારી જમીન કે હેતુફેર કરી કરેલા બાંધકામ જેવાં કારણસર સત્તાવાળાઓ દ્વારા કુલ ૧.૧૭ લાખની વધુ અરજીને રદ કરાઇ છે.
પરંતુ જે સમયે ઇમ્પેકટ ફી યોજના જાહેર કરાઇ હતી તે સમયે ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજ મુજબ શહેરમાં પાંચ લાખથી વધુ ગેરકાયદે બાંધકામો હતાં. તેમ છતાં તંત્ર સમક્ષ પ૦ ટકા જેટલી અરજી જ આવી હતી. જાકે આવેલી અરજી પૈકી રદ બાતલ કરેલી અરજી એવી છે કે જેનાં ગેરકાયદે બાંધકામ કાયદેસર થઇ શકે તેમ નથી ત્યારે આવાં બાંધકામો સામે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પગલાં લેશે કે કેમ? તે એક મોટો પ્રશ્ન છે.
રાજ્ય સરકાર દ્વારા ગત તા.ર૮ માર્ચ ર૦૧૧ની કટ ઓફ ડેટના આધારે તેની પહેલાં થયેલા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ગત ફેબ્રુઆરી ર૦૧રમાં ખાસ ઇમ્પેકટ ફી યોજના જાહેર કરાઇ હતી. આ ઇમ્પેકટ ફી યોજના પ્રારંભે અનેક પ્રકારના ગૂંચવાડા ભરી હોવાથી જાહેર થતાંની સાથે જ વિવાદોમાં સપડાઇ હતી. એટલે રાજય સરકારને તેના નિયમમાં વિશેષ પ્રકારની છૂટછાટ આપવાની ફરજ પડી હતી.
જાણકાર સૂત્રો કહે છે, ઇમ્પેકટ ફી યોજના હેઠળ તંત્ર દ્વારા ૧.૧૭ લાખથી વધુ અરજીને રદબાતલ કરાતાં આ તમામ બાંધકામ હવે ગેરકાયદે પુરવાર થયા છે. જેના કારણે આવાં ગેરકાયદે બાંધકામને હટાવવા ખાસ જરૂરી બન્યાં છે. તેમાં પણ રદબાતલ થયેલાં ગેરકાયદે બાંધકામ, ટી.પી. રસ્તા અને સરકારી જમીન પરના હોવાથી તેને ખસેડવાની કામગીરી તાત્કાલીક ધોરણે કરવી જરૂરી બની છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY