ફેઈથ કલવરી હાયર સેકન્ડરી સ્કૂલ દ્રારા રોડ સેફ્ટી ડે વિકની ઉજવણી કરાઈ

0
284

ભરૂચ:

આજ રોજ સવારે ફેઈથ કલવરી હાયર સેકન્ડરી સ્કૂલ, ભરૂચ દ્રારા રોડ સેફ્ટી ડે વિકની ઉજવણી કરાઈ હતી. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતાં હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા રોડ સેફટી અંગેના પેઈન્ટીંગ કરી સ્લોગનો બનાવી મઢુંલી સર્કલ પાસે ઉભા રહી અવતાં જતા નાના મોટા વાહન ચાલકોને રોડ સેફ્ટી અંગેના મેસેજ આપ્યા હતાં. અને ત્યારબાદ વાહન ચાલકોને પોતે બનાવેલ પોસ્ટર માં લખેલ મેસેજ આપ્યા હતાં. જેમાં સ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ પણ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રસ્તા પર આવન જાવન કરતા વાહન ચાલકોએ પણ આ વિદ્યાર્થીઓને પૂરો સહયોગ આપ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY