ફરી એકવાર યોગી આદિત્યનાથ ગુજરાતના મહેમાન બનશે

0
65

ગાંધીનગર,
તા.૬/૪/૨૦૧૮

ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ ગુજરાતમાં રાજકીય બાબતો માટે નથી આવ્યા તેના કરતાં વધારે ધાર્મિક ક્ષેત્ર માટે આવી રહ્યાં છે. અગાઉ વિસનગર ખાતે તેમના ગુરુ ભાઈ માટે આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યા હતા. હવે ફરી તેઓ ધાર્મિક કામ માટે આવી રહ્યાં છે. ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેઓ વિસનગર બ્રહ્મલીન ગુલાબનાથ ગુરુના ભંડારા માટે મહોત્સવ રાખેલો છે તેમાં હાજરી આપવા માટે આવી રહ્યાં છે.

નાથજી મઠના મહંત ગુલાબનાથજી સવા વર્ષે પૂર્વે બ્રહ્મલીન થયા હતા. આ અર્થે શોભા યાત્રા નીકળશે અને યજ્ઞનારાયણ ભગવાનનું પ્રાગટ્ય કરીને જુદી જુદી ધાર્મિક વિધિ તથા ગુરુ મહારાજની મૂર્તિનું શુદ્ધિકરણ અને રાત્રે સંતવાણી યોજાશે. ૮ એપ્રિલે ધર્મસભા અને ચાદર વિધિ થનાર છે. જેમાં સંતો અને મહંતોનું સન્માન કરવામાં આવશે. બપોરે મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા બાદ મહાઆરતી થશે. જેમાં ધર્મસભામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY