વડોદરા,
તા.૧૦/૫/૨૦૧૮
કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા રેલી યોજવામાં આવી
વડોદરામાં ખાનગી શાળા સંચાલકો દ્વારા ફીના નામે ચલાવવામાં આવેલી ઉઘાડી લૂંટ મામલે વાલીમંડળ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ફી નિયમન કમિટી દ્વારા શાળાઓની ફી નક્કી કરી હોવા છતાંય સરકારના કોઈ ડર વિના વધુ પડતી ફી ઉઘરાવવામાં આવી રહી છે જ્યારે આ મામલે વાલીઓ વિરોધ કરે તો વિદ્યાર્થીઓ ને એલ.સી પણ આપી દેવામાં આવ્યા હતા. આ મામલે વાલીઓ દ્વારા વારંવાર જીલ્લા કલેકટર કચેરી તેમજ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ રજૂઆતો કરી હતી પરંતુ ખાનગી શાળાના સંચાલકો હોવાથી અધિકારીઓને પણ ગાંઠતા નથી.
આ મામલે કોંગ્રેસ, શિવસેના અને રાષ્ટીય સમાજ પક્ષ તેમજ વાલી મંડળ દ્વારા સંયુક્તપણે રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વાલીઓ જાડાયા હતા અને રેલી સ્વરૂપે જીલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. સરકાર દ્વારા ફી નિયમન એકટના નામે વાલીઓને લોલીપોપ આપવામાં આવી હોવાની વાત વાલી મંડળે મૂકી હતી જ્યારે તમામ પક્ષોએ સાથે મળીને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"