ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્રારા વિદ્યાર્થીઓ થી શાળા ફી નહીં ચૂકવાતા સંચાલકોએ પરિણામ નહિ આપવાનું કહેતા હલ્લાબોલ.

0
208

ગત દિવસોમાં ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમના શાળાની ફી અંગે આપેલ વિવાદિત બયાન બાદ આખા ગુજરાત માં વાલીઓ અને યુથ કૉંગ્રેસના કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો હતો.જેને લઈને શિક્ષણ મંત્રીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને ચીમકી ઉચ્ચારી હતી કે જો કોઈ પણ સ્કૂલ દ્રારા વધારે ફી અથવા તો કોઈ પણ વિદ્યાર્થીઓ ને હેરાન કરવામાં આવશે તો યુથ કોંગ્રેસના ચૂપ નહીં બેસે ત્યારે આજ રોજ ભરૂચના કેશરોલ ગામ પાસે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના સંચાલકો દ્રારા ફી ભરસો તોજ બાળકોના વાર્ષિક પરિણામો મળશે અને અગાઉની ભરવા અંગેના કોરા ચેક માંગતાનો અક્ષેપ વાલીઓ કર્યો હતો.અને જો કોઈ વિદ્યાર્થી એ પોતાની આપેલ પરીક્ષાના પુરવણી જોવી હોય તો એક વિષય દીઠ ૫૦ રૂપિયા લેવામાં આવે છે એવી વાત પણ વાલીઓ પાસેથી જાણવા મળેલ છે.અને વિદ્યાર્થીઓને લેવા મુકવા આવનાર બસના રૂપિયા પણ વધારે લેવામાં આવે છે. જેના લીધે લોકમાં સ્કૂલ પ્રત્યે રોષ વ્યાપી ગયો હતો.જે અંગે રજૂઆત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા યુથ કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરોને કરતા તેવોએ આજ રોજ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ પર પહોંચી હલ્લા બોલ કર્યો હતો. બનાવ અંગેની જાણ પહેલા થી જ ભરૂચ તાલુકા પોલીસ થઈ જતા પી.આઈ સહિત પોલીસ સ્ટાફના માણસોએ સ્કૂલના દરવાજા બંધ કરી કાર્યકરોને અંદર જતા અટકાવ્યા હતાં.પરંતુ ધક્કા મુક્કી કરી કાર્યકરો અને આગેવાનો અંદર પ્રવેશી શાળાના આચાર્ય ડો.મનોજ ગુપ્તાને રજૂઆતો કરી હતી.જોકે શાળાના આચાર્ય દ્રારા મીડિયા ને જણાવામાં આવ્યું હતું કે ફી ના ભરે તો કોઈ પણ વિદ્યાર્થીને પરિણામ નથી આપતા તે વાત તદ્દન ખોટી છે.અને આગેવાનોએ જે વાત કરી છે તે અંગે કંપની મેનેજમેન્ટ સાથે વાત કરી ઘટતું કરવાની ખાતરી આપી છે.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,ખજાનચી પરીમલસિંહ રણા,યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ,જિલ્લા પંચાયત સભ્ય સકીલ અકકુજી, આઈ.ટી.સેલના પ્રમુખ કાલુ ચૌહાણ,કૉંગેસના આગેવાન સુલેમાન પટેલ, દેહગામના સરપંચ ઇલ્યાસ પટેલ,દયાદરાના ગામના આગેવાન હાફેજી દયાદરાવાળા સહિત મોટી સંખ્યામાં કૉંગેસના આગેવાનો અને કાર્યકરો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY