ડાંગરના ટેકાનો ભાવ રૂ.200 વધારી 1750: બે લાખ કરોડની ફૂડ સબસિડી

0
164
કેબિનેટના નિર્ણયથી સરકારી તિજોરીને 15000 કરોડનો બોજ

સરકારે ડાંગરના ટેકાના ભાવમાં ટ્વિન્કલ દીઠ ૨૦૦ રૃપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ એક ક્વિન્ટલ ડાંગરનો ટેકાનો ભાવ વધીને ૧૭૫૦ રૃપિયા થઇ ગયો છે. મોદીના નેતૃત્ત્વમાં મળેલી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ)ની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટના આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૃ. ૧૫,૦૦૦ કરોડનો બોજ પડશે. આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં યુપીએ-૨ના શાસનકાળમાં ડાંગરના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ ૧૭૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એનડીએ સરકારે ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ ૫૦ થી ૮૦ રૃપિયાનો વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી અગાઉ ખેડૂતોને તેમની પડતર કિંમતથી ૧.૫ ગણો ભાવ આપવાનું વચન આપ્યું હતું. સરકારની પ્રાઇઝ એડવાઇઝરી બોડી સીએસીપીએ એક ક્વિન્ટલ ડાંગરની પડતર કીંમત ૧૧૬૬ રૃપિયા ગણીને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ટેકાના ભાવમાં ૨૦૦ રૃપિયા વધારો કરીને ૧૭૫૦ રૃપિયા કર્યો છે. ગ્રેડ-એ વેરાઇટી ધરાવતા ડાંગરના ટેકાનો ક્વિન્ટલ દીઠ ભાવ ૧૮૦ રૃપિયા વધારીને ૧૭૭૦ રૃપિયા કરવામાં આવ્યો છે. ડાંગરના ટેકાના ભાવમાં કુલ વધારો તેની પડતર કીંમતથી ૫૦ ટકા વધારે છે. સીસીઇએના નિર્ણય અંગે માહિતી આપતા ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે કેબિનેટે ૨૦૧૮-૧૯ની સિઝન માટે ૧૪ ખરીફ પાકોના ટેકાના ભાવને મંજૂરી આપી છે. સિંહે જણાવ્યું હતું કે કેબિનેટના આ નિર્ણયથી ખેડૂતોના વિશ્વાસમાં વધારો થશે. તેમણે સરકારના આ નિર્ણયને ઐતહાસિક ગણાવ્યો હતો. આ નિર્ણય લાંબી વિચારણાના અંતે લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેડૂતોની આવક અને ખરીદ શક્તિ વધશે. સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કટિબદ્ધ : મોદી ખેડૂતોની પડતરથી ૧.૫ ગણો ટેકાનો ભાવ કરીને સરકારે પોતાનું વચન પૂર્ણ કર્યુ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે મને ખુબ આનંદ થઇ રહ્યો છે કે ખેડૂતોને આપવામાં આવેલુ વચન આજે પૂર્ણ થયુ છે. આ વખતે ટેકાના ભાવમાં વિક્રમજનક વૃદ્ધિ કરવામાં આવી છે. તેમણે તમામ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતાં. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ ખેડૂતો સાથેદગો : કિસાન સભા ખેડૂતોની સંસ્થા ઓલ ઇન્ડિયા કિસાન સભાએ (એ.આઈ.કે.એસ.) ડાંગર માટે સરકારે બહાર પાડેલા ટેકાના ભાવ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ખેડૂતના ભારે ટેકાથી જીતેલી વર્તમાન સરકારે ડાંગર માટે જાહેર કરેલા ટેકાના ભાવ વાસ્તવમાં ઐતિહાસીક દગો છે. ૨૦૧૯ની ચૂંટણીને લક્ષમાં રાખીને ખેડૂત સાથે રીતસર આ છેતરપિંડી (હૂડવિંક) કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેબીનેટ કમિટિ ઓન ઇકોનોમીક અફેર્સ (સી.સી.ઈ.એ.) એ આ નિર્ણય કર્યો હતો. જેમાં આગામી સામાન્ય ચૂંટણી પૂર્વે આ નિર્ણય લેવાયો છે. પૂર્વે કૃષી વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન સરકારે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૃ ૧૭૦ વધારો કર્યો હતો. જ્યારે એન.ડી.એ. સરકારે પ્રતિ ક્વિન્ટલ (ટેકાના ભાવમાં) ૫૦-૮૦ રૃનો વધારો કર્યો છે. ખેડૂતોએ ૨૦૧૪માં મોદી સરકારને ટેકો આપ્યો હતો અને હાલ પણ તેમને ભારે આશ હોવા છતા તેમણે ભૂમિપૂત્રોને છેતર્યા હોવાનો ભાવ કિસાન સભાએ વ્યક્ત કર્યો હતો. ટેકાના ભાવમાં વધારો એ ખેડૂતોને ‘લોલીપોપ’ : કોંગ્રેસ ખરીફ પાકમાં સરકારે ખેતીની ઉપજ માટે જાહેર કરેલા ટેકાના ભાવ માત્ર જુમલો નોંધાવવા માટે ખેડૂતોને આપવામાં આવેલી લોલીપોપ માત્ર છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને લક્ષ્યમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય હોવાનો વિપક્ષ કોંગ્રેસે દાવો કર્યો હતો. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદિપ સુરજેવાલે આક્ષેપ કર્યો હતો કે સરકારે ‘કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટસ એન્ડ પ્રાઇસીઝ (સી.એ.સી.સી.)’ ભલામણ અનુસાર ભાવ વધારો કર્યો નથી. તેમણે કહ્યું કે ભાવ વધારો પણ એવે સમયે કરાયો છે, જે આગામી વર્ષે અમલી બનશે. વર્તમાન સરકાર ત્યારે સત્તામાંથી દૂર થઇ ગઇ હશે. પણ સરકારી નિયમ હોવાથી આગામી નવી સરકારને તે બોજો વેઠવો પડશે. આ ભાવ અનુસાર ‘ખેડૂતને ઉત્પાદન કિંમત વત્તા ૫૦ રૃા. આપવાની જોગવાઇ નથી. આમ સરકારે ફરી એક વખત ખેડૂતોને છેતર્યા છે.’ વિવિધ પાકોના ટેકાના ભાવમાં કરાયેલો વધારો પાક જૂનો ટેકાનો ભાવ નવો ટેકાનો ભાવ કપાસ ૪૦૨૦ ૫૪૫૦ મગ ૫૫૭૫ ૬૯૭૫ અડદ ૫૪૦૦ ૫૬૦૦ સોયાબિન ૩૦૫૦ ૩૩૯૯ મગફળી ૪૪૫૦ ૪૮૯૦

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY