દિપ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વચ્છ ઘર અને ગામ સ્વચ્છતા અન્વયે પસંદ થયેલા સ્વ.સહાય જુથોને રૂ.૫ લાખના ઈનામો અર્પણ કરતા વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા

0
70

સૂરતઃ
વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ તાલુકાના હરસાણી ગામે ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જી.આઈ.પી.સી.એલ.) રચિત દિપ ટ્રસ્ટ નાની નરોલી આયોજીત સ્વચ્છ ભારત અભિયાન અન્વયે યોજાયેલા ‘‘સ્વચ્છ ગામ અને સ્વચ્છ ઘર હરિફાઈ’’ સ્પર્ધામાં પસંદ થયેલા સ્વ.સહાય જુથોની મહિલાઓને પાંચ લાખના ઈનામો તથા સ્વ.સહાય જુથોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
માંગરોળ, માંડવી અને વાલીયામાં જી.આઈ.પી.સી.એલ.ના દિપ ટ્રસ્ટ રચિત સ્વ સહાય જુથોની ૧૩૯૪ બહેનો વચ્ચે ઘર, ગામની સફાઈ ઝુંબેશની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગ્રામ સફાઈમાં પ્રથમ ક્રમે વાલીયાનુ કોસમાડી, દ્રિતિય ક્રમે માંગરોળનું અણોય, ત્રિતીયક્રમે વાલીયાનું જુના પાગા ગામ રહ્યું હતું. જયારે ઘર સફાઈમાં ૨૪ ગામની બહેનોને પ્રોત્સાહક ઈનામો અર્પણ કરયા હતા.
આ અવસરે મંત્રી વસાવાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ સ્વચ્છ ગામ અને સ્વચ્છ ઘરની હરિફાઈ સ્પર્ધામાં ભાગ લઈને અનોખો સંદેશો પુરો પાડયો છે. જયાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓનો વાસ છે તેવો પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. બદલાતા સમયની સાથે બહેનોની જવાબદારી પણ બદલાય છે. ઘર, પરિવારથી ઉંચે ઉઠીને આજે મહિલાઓ અનેકક્ષેત્રોમાં પુરુષ સમો રાજય સરકારે પણ મહિલાઓના વિકાસ માટે બજેટમાં ૨૮૦૦ કરોડની માતબર જોગવાઈ કરી છે. બાળકોને સારૂ શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય મહિલાઓ જ કરે છે. આજે ૧૬૩ સ્વ.સહાય જુથોની ૧૭૦૦ બહેનો રૂપિયા એક કરોડનું બચત ભંડોળ ધરાવે છે. અત્યાર સુધીમાં ૨.૫૦ કરોડની લેવડ-દેવડ કરી છે જે ખૂબ મોટી સિધ્ધિ ગણી શકાશે. આજે સાસણ ગીરના જંગલોમાં સિંહોની દેખભાળ કરવામાં મહિલાઓ મોખરે હોવાનું પણ મંત્રીએ ગર્વભેર ઉમેર્યુ હતું.
ભાજપ જિલ્લા પ્રમુખ દિલિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ૧૯૯૬માં દિપ ટ્રસ્ટની સ્થાપના થયા બાદ આ નાનકડુ બીજ આજે વટવૃક્ષ બનીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આજે માંગરોળ તાલુકામાં શાળા હોય કે દુધ મંડળનું મકાન, હેડપંપ કે રસ્તાઓ દરેક જગ્યાએ દિપ ટ્રસ્ટનું નામએ બ્રાન્ડ ઈમેજ બન્યું છે. કુપોષણને નાથવા માટે આદિજાતિ વિસ્તારના ગરીબ બાળકોને દુધ સંજીવની યોજના દ્વારા અમૃતમ સમાન દૂધ આપવાની શરૂઆત વનમંત્રીએ કરી હતી.
આ પ્રસંગે જી.આઈ.પી.સી.એલના જનરલ મેનેજર એન.કે.સીંગ, દિપ ટ્રસ્ટના સી.ઈ.ઓ. એન.આર.પરમાર, તથા મામલતદાર એમ.કે.કોલીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સમારોહમાં સિંચાઈ સમિતિના અધ્યક્ષ દિપકભાઈ વસાવા, જી.આઈ.પી.સી. એલના કોમ્યુનિટી ડેવલપમેન્ટના ડેપ્યુટી મેનેજર એન.પી.વધાસીયા, આગેવાન સર્વ ચંદુભાઈ, મુકેશભાઈ ચૌહાણ, સી.એમ.વસાવા, ઉમેદભાઈ, નરેન્દ્રભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY