સાંપ્રત સમયમાં માનવજાત પોતાના અને આસપાસના પ્રશ્નો થકી ઘેરાયેલી છે.શિક્ષણ ,સમાજ જીવન, કોમી – એકતા,સ્વચ્છતા , નીતિમત્તા જેવી સમસ્યાઓ ઉકેલવી જરૂરી છે. આનો હાથવગો અને હૈયાવગો ઉકેલ એટલે ગાંધીવિચાર.
ગાંધીવિચાર ના સહહ્રદયી શિક્ષકશ્રી રાઘવજી ડાભી ના સાનિધ્યમાં કવિશ્રી દયારામ પ્રા.શાળા દ્વારા ” ગાંધીકથા” નું આયોજન કરેલ હતું જેના ઉદ્દઘોષક જીતુભાઈ મકવાણા
કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રીમતી અસ્મિતા બેન શિરોયા ( માન. મેયર શ્રી – સુ. મ.ન.પા.) ઉદ્દઘાટક શ્રી – શ્રી પ્રવીણભાઈ ઘોઘારી ( ધારાસભ્ય શ્રી – કરંજ)
શ્રી હસમુખભાઈ પટેલ ( અધ્યક્ષશ્રી , ન.પ્રા.શિ.સ.- સુરત) નાઓ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કરેલ.
ગાંધીકથા ના વકતા રાઘવજીભાઈ ડાભી નું સન્માન લોકદ્વષ્ટી આઇ બેન્ક એન્ડ આઇઆરસીએસ ચોર્યાસી બ્રાંચ ના પ્રમુખ. ડો. પ્રફુલ શિરોયા અને મેયર અસ્મિતા શિરોયા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલ શિક્ષણ સમિતિના સભ્ય ચીમનભાઈ ઉપસ્થિત રહી સન્માન પત્ર આપેલ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"