રાહુલ ગાંધી ડ્રગ્સ લે છે, ડોપ ટેસ્ટ કરાવે તો ફેલ થશે

0
266
ગાંધી પરિવારને ટાર્ગેટ કરવા માટે જાણીતા સુબ્રમણ્યમ સ્વામીનુ વિવાદિત નિવેદન

વિવાદિત નિવેદનો કરવા બદલ અને તેમાં પણ ગાંધી પરિવારને ટાર્ગેટ કરવા માટે જાણીતા ભાજપના સાંસદ અને નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપેલા એક વધુ નિવેદનના કારણે કોંગ્રેસી નેતાઓ ખળભળી ઉઠ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ડ્રગ્સ લે છે. જો તેમનો ડોપ ટેસ્ટ કરવામાં આવે તો તેઓ ચોક્કસપણે આ ટેસ્ટ પોઝિટિવ આપશે. આ પહેલા રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા હોવાનુ નિવેદન પણ સુબ્રમણ્યમ સ્વામી કરી ચુક્યા છે. પંજાબ સરકારે ડ્રગ્સના દુષણને ડામવા માટે એવી જાહેરાત કરી છે કે સરકારી ભરતીઓ અને પ્રમોશનમાં કર્મચારીઓનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દરસિહે તો પોતે પણ ડોપ ટેસ્ટ આપવા માટે તૈયાર હોવાનુ કહ્યુ છે. આ સંદર્ભમાં સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પ્રમુખ પર જ નિશાન સાધ્યુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY