ગાંધીધામ પોલીસ સાથે બોર્ડર રેન્જ આઈ.જી પિયુષ પટેલે કોંફરન્સ યોજતાંજ બુટલેગર પર રાપર પોલીસનો સપાટો

0
629

બોર્ડર રેન્જ આઇ.જી પિયુષ દ્વારા પૂર્વ કચ્છ પોલીસ ની ગાંધીધામ ની કોંફરન્સ માં દારૂ જુગાર પ્રવૃત્તિ ને કડક હાથે ડામી દેવા માટે સુચના આપેલ તેની તુરત અમલવારી કરી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ.રાઠોડ દ્વારા રાપર શહેરના જુદા જુદા વિસ્તારોમાં થી વિદેશી દારૂનો ધંધો કરતા અશ્ચિન તુલસી માલી ને છકડો રીક્ષામાં દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી તેના કબજામાં થી ક્વાર્ટરીયા નંગ ૨૮૮ બિયર ટીન ૨૪ કિંમત રૂ. ૩૧૨૦૦/- તેમજ ૧,૦૦,૦૦૦/- ની કિંમત નો છકડો રીક્ષા કબ્જે કરી ધરપકડ કરી હતી તો અન્ય દરોડા માં વિકાસ વાડી વિસ્તારમાં થી હાર્દિકસિંહ બળવંતસિંહ જાડેજા ના કબજામાંથી હેવર્ડ્ઝ બિયર ટીન નંગ, ૧૪૪ મેકડોનલડ્સ વિસ્કી નંગ.૮૪ રોયલ સ્ટેજ વિસ્કી નંગ.૩૬ પાર્ટી સ્પેશિયલ વિસ્કી નંગ.૩૬ બ્લુમુન વિસ્કી નંગ.૩૬ મળીને કુલ.૮૧૬૦૦/- ની કિંમત નો કબજે કરી ધોરણસર ની કાર્યવાહી કરી હતી આ કાર્યવાહીમાં ઈન્સ્પેક્ટર આર.એલ.રાઠોડ પી.એસ.આઇ એ.બી ચૌધરી,પી.એસ આઇ.નિર્મલસિંહ રહેવર,કોન્સ્ટેબલ રાજકુમાર,ઇન્દ્ર જોષી,કિશોરભાઈ, સામંત આહિર,રમેશ રબારી,ખીમજી આહીર,નથુપુરી ગોસ્વામી,તાલિબ મલાવત,સરતાન પટેલ. સામજી આહિર વગેરે જોડાયા હતા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી ને વધુ તપાસ હાથધરી છે દારૂ અંગે તેમજ લુખ્ખા તત્વો સામે કડક પગલાં રાપર પોલીસ દ્વારા લેવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે જોકે હજી મળતી માહીતી અનુસાર બીજો વધુ દારૂ નીકળે તેવું આંતરિક વર્તુળો એ જણાવ્યું હતુ.
તો ત્રીજા એક મોડી રાત્રે દરોડા માં દિનેશ તુલસી માલી પાસેથી ૩૩,૯૦૦/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો આમ ૩ દરોડા માં કુલ ૨,૫૫,૦૦૦/- ઉપર નો મુદા માલ રાપર પોલીસે પકડી પાડ્યો હતો તો અચાનક પોલીસ નાં દરોડા પડતાં બુટલેગરો માં ભાગ દોડ સાથે ફફડાટ વ્યાપી ગયો છે

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY