રાજ્યના ૮ તાલુકામાં મેઘ મહેર, માણસામાં ૧૨ મિમિ વરસાદ નોંધાયો

0
79

ગાંધીનગર,તા.૧૦
રાજ્યમાં સતત બીજા દિવસ વરસાદનું જોર ઘટયું છે. રાજ્યના માત્ર ૮ તાલુકામાં આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન નોંધાયો છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાના માણસામાં ૧૨ મિમિ નોંધાયો છે. જ્યારે ભરૂચના હાંસોટમાં ૬ મિમિ અને તાપીના કુકરમુંડામાં ૫ મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં ૩૦ મ્િમિ નોંધાયો હતો.
રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા વરસાદનું જોર ઓછુ પડયુ હતુ. પરંતુ ફરીથી આવનારા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જ્યારે આજે અને આવતીકાલે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ૧૨ અને ૧૩ જુલાઈએ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી છે. નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્ય પરથી વરસાદી સિસ્ટમ ફંટાઇ ગઇ છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટયું છે. આગામી ૫ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હ્વ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડશે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ ૨૮ ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY